રોડ ક્રોસ કરી રહેલા ઘેટાના સમૂહ પર ટ્રેલર ફરી વળતા 16 ઘેટાના મોત

10-03-2025

Top News

બાબરાના ચરખા, ઊંટવડ વચ્ચે બનેલો બનાવ

રાજકોટ રોડ પર આવેલા બાબરાના ચરખા ઊંટવડ ગામ નજીક આંબલિયાધાર પાસે એક જમ્બો ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા રસ્તો પસાર કરી રહેલા ઘેટાના ટોળા પર ટ્રેલરના તોતીંગ વ્હીલ ફરી વળતા ૧૬ ઘેટાના મોત નીપજ્યા હતા.

રકતરંજિત બનેલો હાઈ-વે ઘેટાઓની મરણચીસોથી ગાજી ઊઠ્યો, ડ્રાઈવરને પકડી લોકોએ લમધારી નાખ્યો

બનાવની વધુ વિગત મુજબ ઊંટવડના માલધારીઓના ઘેટાઓ આંબલિયાધાર પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ વખતે મોટા ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ૧૬ જેટલા ઘેટાઓ ટ્રક નીચે કચડાઈ ગયા હતા. આબનાવ બનતા અબોલ જીવોમાં ચીસાચીસ થઈ ગઈ હતી.

ઘટનાના કારણે રસ્તા પર લોહીની ધારાઓ વહેવા લાગી હતી. તેમજ રસ્તો રક્તરંજિત બની ગયો હતો. બનાવ બાદ ટ્રેલર ચાલક નાસી જતાં અહીં મોટી સંખ્યામાં એકઠા થઈ ગયેલા લોકોએ ટ્રેલરનો પીછો કરી પકડી પાડી લમધારી નાંખ્યો હતો. આ | ટ્રેલર કચ્છ તરફથી આવતું હતુ.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates