રાજકોટ યાર્ડમાં 1250 વાહનોમાં 2,38,500 મણ જણસીના ઢગલા
11-03-2025

રોજ 25 કરોડનું ટર્નઓવર, ભાવો એકંદરે સ્થિર
ગુજરાતમાં આ વર્ષે ઘંઉ, મગફળી સહિત અનેક કૃષિપાકોનું ગત સારા ચોમાસાના પગલે મબલખ ઉત્પાદન થયું છે ત્યારે હવે આ કૃષિપેદાશોના ખરીદ-વેચાણની મૌસમ પૂરબહારમાં બિલી છે. રાજકોટના બેડી યાર્ડમાં ૧૨૫૦ વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાર્ડમાં આ સીઝનના સૌથી વધુ એક જ દિવસમાં ૨,૩૮,૫૦૦ મણના ઢગલા થયા હતા.
આજે એક જ દિવસમાં પાર્ડમાં ૮૦ હજાર મણ ચણાની આવક થઈ હતી
જેના ભાવ ગત વર્ષો કરતા સારા મળી રહ્યા છે, પ્રતિ મણ પીળા ચણાના રૂા.૧૦૦૦થી ૧૦૫૪ અને સફેદ ચણાના રૂ।. ૧૩૧૦-૨૦૦૫ના ભાવે સોદા પડયા હતા. જ્યારે આ વર્ષે રાજ્યમાં ઘંઉંનો ૪૪ લાખ ટનથી વધુ પાક થયો છે જે ગત વર્ષ કરતા આશરે ૧૦ ટકા વધારે છે. ઘંઉંની ધૂમ આવક જારી છે અને આજે ૭૦ હજાર મણ ઘંઉ ઠલવાયા હતા. ટુકડા ધંઉંના ભાવ રૂ।. ૫૦૦થી ૫૯૦ પ્રતિ મણ રહ્યા હતા જે એગાઉ ૯૫૦ સુધી પહોંચ્યા હતા.
૮૦ હજાર મણ ચણા, ૭૦ હજાર મણ ઘઉં તેમજ સરકાર દ્વારા ટેકાની ખરીદી વચ્ચે ૫૪ હજાર મણ મગફળી બજારમાં ઠલવાઈ
સરકારે ટેકાના ભાવે મગફળીની આ વર્ષે સૌથી વધારે ખરીદી કર્યાનું જાહેર કર્યું છે આમ છતાં ખેડૂતો માટે મગફળી વેચવા સામછતાં વિચવા માર્કેટ યાર્ડો જ મહત્વના રહ્યા છે. આજે મગફળીની ૫૪,૦૦૦ મણ આવક સાથે રૂા.૯૦૦થી ૧૨૪૦ વચ્ચે ભાવ જળવાયા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષથી ખેડૂતોને મગફળીના ઓછા ભાવ મળે છે.
આ ઉપરાંત ૯૦૦૦ મણ તુવેર, ૯૦૦૦ મણ કપાસ, ૧૧૦૦૦ મણ મેથી, ૫૫૦૦ મણ રાય-રાયડો સહિત જણસીથી યાર્ડ એટલું છલોછલ ભરાયું હતું કે શેડ નીચે તો કથાંય જગ્યા ન્હોતી અને ખુલ્લા મેદાનમાં આ કૃષિપેદાશોના ઢગલા ચોતરફ જોવા મળતા હતા.