ગુજરાતમાં રોજ સહકારી ડેરીથી દૈનિક 66 લાખ લિટર દૂધનું વેચાણ
04-04-2025

દુધાળા પશુ 3.84 ટકા વધ્યા, સહકારી દૂધ વેચાણ 8.93 ટકા વધ્યું
સવારે ઉઠતાવેંત જેનું સેવન થાય છે અને પૂજન-અભિષેકમાં પણ જેનો ઉપયોગ થાય છે તે સહકારી ડેરી મારફત દૂધનું વેચાણ ગુજરાતમાં ગત બે વર્ષમાં ૬૦.૪૪ લાખલિ.થી વધીને ૨૦૨૩-૨૪માં દૈનિક ૯૫.૮૪ લાખ અને દેશમાં ૩૯૦.૮૯ લાખ લિટરથી વધીને ૪૩૮.૨૫ માબ લિટરે પહોંચ્યું હતું.
રાજ્યસભામાં અપાયેલ માહિતીનું વિશ્લેષણ કરતા ગુજરાતમાં દૂધનું સહકારી ક્ષેત્રે વેચાણ ઈ.સ.૨૦૨૧-૨૨ની સાપેક્ષે ઈ.૨૦૨૩-૨૪માં ૮.૯૩ ટકા વધ્યું છે ત્યારે ગુજરાતમાં દુધ આપતા પશુઓની સંખ્યામાં માત્ર ૩.૮૪ ટકાનો વધારો થયો છે.
રાજ્યમાં ૭ કરોડ વસ્તીમાં ૯૬.૪૦ લાખ, દેશમાં આશરે ૧૪૫ કરોડની વસ્તીમાં ૧૫.૫૪ કરોડ દુધાળા પશુ, ગુજરાત કરતા રાજસ્થાનમાં બમણાં
ગુજરાતમાં વસ્તી ગણત્રી પાંચ વર્ષથી, પેન્ડીંગ છે પરંતુ, અંદાજે ૭ કરોડથી વધુ વસ્તી છે. આ સામે રાજ્યમાં દુધાળા પશુઓની સંખ્યા ગત બે વર્ષમાં ૯૨,૮૩,૩૦૦થી વધીને ૯૯,૩૯,૮૬૦એ પહોંચી છે. વર્ષે ૨ ટકાથી ઓછો વધારો થયો છે. આ સામે ગુજરાતના પડોશી રાજસ્થાનમાં દુધાળા પશુઓની સંખ્યા ૧૯૪.૩૭ લાખથી વધીને ૨૨૮ લાખે પહોંચી છે એટલે કે ગુજરાત કરતા બમણી છે. પરંતુ, રાજસ્થાનમાં સહકારી ડેરીથી દૂધનું વેચાણ ગુજરાત કરતા ઘણુ ઓછું છે.
રાજકોટ ડેરીનું દૂધનું વેચાણ વધીને ૩.૧૯ લાખ લિટર, શહેરમાં દુધાળા પશુઓની સંખ્યા ૧૦ હજારથી ઓછી
સમગ્ર દેશમાં દુદાળા પશુઓની સંખ્યા ઈ.સ.૨૦૨૧-૨૨માં ૧૪.૫૦ કરોડથી વધીને ઈ.સ.૨૦૨૩-૨૪માં ૧૫.૫૮ કરોડે પહોંચી છે. આશરે દર ૯ વ્યક્તિએ એક દુધાળુ પશુ છે. સૌથી વધુ દુધાળા પશુઓ ગત વરૂ, ની વિગત મૂજબ ૨૩૫.૯૩ લાખ ઉત્તરપ્રદેશમાં, બીજા નંબરે નાનુ રાજ્ય છતાં રાજસ્થાનમાં ૨૨૮ લાખ, ત્રીજા નંબરે મધ્યપ્રદેશમાં ૧૭૩.૩૭ લાખ છે. પરંતુ, સહકારી ક્ષેત્રે દૂધનું સૌથી વધુ વેચાણ દૈનિક ! ૭૮.૦૬ લાખ દિલ્હીમાં અને બીજા નંબરે ગુજરાતમાં ૬૫.૮૪ લાખ લિટર છે. ત્રીજા નંબરે કર્ણાટકમાં પ૨.૯૯ લાખ લિટર છે.
દૂધમાં ભેળસેળ અંગે ગત વર્ષે ૩૮,૪૯૮ નમૂના લઈ ૧૪૩૮૪ કેસો કરાયા જેમાં ૭૧૦૯ કેસોમાં રૂા.૨૬.૮૬ કરોડનો દંડ કરાયો
રાજકોટસહકારી ડેરીની પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં દૈનિક દૂષ વેચાણ ઈ.સ.૨૦૨૧-૨૨માં ૨.૮૦ લાખ લિટરથી વધીને ઈ.સ.૨૦૨૩-૨૪માં ૩.૧૮ લાખ લિટર અને હાલ અંદાજે ૪ લાખ લિટરથી વધારે છે. પરંતુ, શહેરમાં દુધાળા પશુઓ જેમાં ગૌમાતા મુખ્ય છે. તેની સંખ્યા ઉત્તરોત્તર પટીને હાલ ૧૦ હજારથી ઓછી છે જે એક સમયે ૩૫ હજાર હતી. ડેરીમાં દૂધ મુખ્યત્વે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. દેશમાં દૂધ અને દૂધની બનાવટના ઈ.૨૦૨૩-૨૪માં ૩૮,૪૯૮ નમુના લેવાયા હતા જેમાં ૧૪,૩૮૪ કેસ થયા હતા અને તેમાં ૭૧૦૯માં સજા અને દંડ કરાયો હતો જેમાં દંડની રકમ રૂા.૨૯.૮૬ કરોડ હતી. રાજકોટમાં પણ સૌથી વધુ ભેળસેળના કિસ્સા દૂધમાં જોવા મળ્યા છે.