ગુજરાતના ૯૮ ટકા ધાણા સૌરાષ્ટ્રમાં, યાર્ડમાં નવા પાકની આવકો શરુ થઈ

01-01-2025

Top News

ગત વર્ષે ધાણાનું ૨ લાખ ટનનું ઉત્પાદન, આ વર્ષે પણ સારુ વાવેતર

રાજકોટ, ગુજરાતી થાળીમાં રોજિંદો જેનો વપરાશ થાય છે તે ધાણાનું ૯૮ ટકા ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે અને બાકીનું ઉત્પાદન પણ કચ્છમાં થાય છે. શિયાળાની સીઝનમાં વવાતા કૃષિપાક હાલ તૈયાર થતા માર્કેટ યાર્ડોમાં આવવાનો શરુ થયો છે. આજે રાજકોટ બેડી યાર્ડમાં પણ ધાણાની આવક શરુ થઈ છે. ઉલ્લેખનીય છે કે ધાણા એ બીજ (સીડ્ઝ) છે જયારે તેનો છોડ એ કોથમીર પણ આરોગ્યવર્ધક ગુણના કારણે રોજિંદી રસોઈમાં વપરાય છે અને તેની પણ રાજકોટ યાર્ડમાં આજે ૭૩,૫૦૦ કિલોની આવક નોંધાઈ હતી.

રાજકોટ યાર્ડમાં મુહૂર્તના સોદામાં રૂ. ૧૪૫૦૮નો ભાવ ચૂકવાયો, ખેડૂતોને પ્રતિ મણ દીઠ રૂ।.૧૩૦૦થી ૧૫૦૦ના ચૂકવાતા ભાવ

ધાણાંની આવકની શરુઆત થઈ હતી | અને વેપારીએ મુહૂર્તના સોદામાં રૂા. ૧૪,૫૦૮નો ભાવ ચૂકવ્યો હતો. પરંતુ, ધાણાનો સામાન્ય સરેરાશ ભાવ હાલ ખેડૂતોને ગુણવત્તા પ્રમાણે રૂ।.૧૧૦૦થી મહત્તમ રૂા. ૧૫૫૦ સુધી ચૂકવાય છે. ગત વર્ષની સાપેક્ષે આભાવ આજે રાજકોટ બેડી યાર્ડમાં નવા સ્થિર રહ્યા છે અને છૂટક વેપારીઓ નફાનો ગાળો ને વધારે તો ગો ધાણા કે જે ધાણાજીરુના પાવડરમાં પણ મોટોભાગ પાણાનો હોય છે તેના ભાવ સ્થિર રહેવાની શક્યતા છે.

ગત વર્ષે ગુજરાતમાં એટલે કે મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧ ,૨૬ ,૫૮૦ હેક્ટર જમીનમાં ૨.૦૫ લાખ ટન ધાણાનું ઉત્પાદન નોંધાયું હતું. આ વર્ષે આજ સુધીમાં જ ૧.૨૫ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. જો સાનુકૂળ હવામાન જારી રહે તો પાણાનું ઉત્પાદન જળવાઈ રહેશે. બીજી તરફ, કોથમીરની આવક પણ યાર્ડમાં વધી છે અને યાર્ડમાં તે રૂ।. ૧૧૦થી ૨૨૦ના મણ લેખે વેચાય છે પરંતુ, છુટકબજારમાં ભાવ ત્રણ ગણા થઈ જાય છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates