સિંગતેલનો ડબ્બો રૂ. 2400ની નીચે, કપાસિયામાં ભેળસેળની શંકાએ ચેકિંગ
05-02-2025

સૌરાષ્ટ્રમાં ત્રણ વર્ષ બાદ સિંગતેલ સસ્તું થયું
રાજકોટ તેલ બજારમાં આજે સિંગતેલના ભાવ વધુ રૂ।.૧૫નો ઘટાડો થતા લાંબા સમય બાદ સિંગતેલ રૂ।.૨૪૦૦ની સપાટી તોડીને તેનાથી નીચે આવ્યું છે. આજે ૧૫ કિલો નવો ડબ્બો ૨૩૪૫-૨૩૯૫ ના ભાવે અને ૧૫ લિટરનો રૂા.૨૧૩૦-૨૧૮૦ના ભાવે સોદા પડ્યા હતા. તો બીજી તરફ કપાસિયા તેલમાં અગાઉ ભેળસેળ ખુલી હતી જે અન્વયે મનપાએ કપાસિયા તેલના ૩ તથા સિંગતેલના ૨ નમુના લઈને લેબ.ટેસ્ટીંગમાં મોકલ્યા છે.
સિંગતેલ અને કપાસિયા તેલમાંજુના ડબ્બાના સોદા ફરી શરુ થયા છે જે નવા ડબ્બા કરતા રૂ।.૫૦ ઓછા ભાવે હોય છે અને મોટાભાગે કપાસિયા, પામતેલ | ખરીદતા વેપારીઓ, ઉત્પાદકો તે ખરીદતા હોય છે.વળી, સિંગતેલમાં ૧૫ કિલો કરતા ૧૫ લિટર હવે ભાવ ઘટયા બાદ રૂ।.૧૯૦ ઓછા લેવાય છે જે પહેલા રૂા.૨૦૦ ઓછા લેવાતા હતા અને કપાસિયા તેલમાં ૧૫ કિલોના ડબ્બા કરતા લિટરનો ડબ્બો હવે ૧૭૦ રૂ।.ઓછા ભાવે વેચાય છે.
મનપાના ફૂડ વિભાગે ખાદ્યતેલના પાંચ નમૂના લઈ ટેસ્ટિંગમાં મોકલ્યા
વેપારી સૂત્રો અનુસાર આશરે ત્રણ વર્ષ બાદ સિંગતેલ આટલી નીચી સપાટીએ આવ્યું છે જેના પગલે તેનો ઘરેલું વપરાશ વધી રહ્યો છે. જો કે ફરસાણના ઘણા વેપારીઓ હજુ પણ કપાસિયા તેલ વાપરતા હોય છે. જ્યારે બ્રાન્ડેડ પેકડ ફૂડમાં તો હજુ પામતેલનો જ વપરાશ થતો રહ્યો છે.
કપાસિયા, પામતેલ, સૂર્યમુખી સહિત સાઈડતેલો સિંગતેલ લગોલગ આવી ગયા,માત્ર નારિયેળ તેલ સૌથી મોંઘું તેલ
મગફળીના મબલખ ઉત્પાદનની સાથે તેના તેલના ભાવ ઘટતા એક સમયે પ્રતિ ડબ્બાએ રૂા.૭૦૦-૮૦૦ મોંઘુ સિંગતેલ હવે કપાસિયા કરતા માત્ર રૂા.૨૧૫ના ભાવફરક જરહ્યો છે. જ્યારે કપાસિયા અને પામતેલ વચ્ચે માત્ર . સૂર્યમુખી, મસ્ટર્ડ, કેસ્ટર ઓઈલ વગેરે તમામ તેલું રૂા. ૨૧૦૦-૨૨૦૦ની રેન્જમાં છે અને સિંગતેલની લગોલગ આવી ગયા છે ત્યારે એકમાત્ર નારિયેળ (કોકોનટ) તેલ હજુ મોંઘુદાટ પ્રતિ ૧૫ કિલોના રૂ।. ૩૪૫૦-૩૪૯૦ના ભાવે વેચાય છે.
દરમિયાન અગાઉ તેલના ભાવ બેફામ વધ્યા ત્યારે મંદુ રહેલું ફૂડ ચેકીંગ હવે વધ્યું છે, આજે માર્કેટ યાર્ડે, કોઠારીયા રોડ, રૈયારોડ વિસ્તારમાં કપાસિયા અને સિંગતેલના નમુના લેવાયા હતા.