રાજકોટમાં આવકનો નવો વિક્રમ સર્જાયો, આવતા વર્ષે પણ ડુંગળીનો મબલખ પાક
24-12-2024

રાજ્યમાં ગત વર્ષે ૨૨.૪૬ લાખ ટન (૧૧.૨૩ કરોડ મણ)નો મબલખ પાક
સૌરાષ્ટ્રભરમાં માર્કેટ યાર્ડોમાં ડુંગળીના ઢગલા થઈ રહ્યા છે અને ભાવમાં ઘટાડાનું વલણ શરુ થયું છે. પરંતુ, ગત વર્ષે મબલખ પાક થયો હોય આજે રાજકોટમાં ડુંગળીની આવકનો નવો વિક્રમ સર્જાયો છે. એકજ દિવસમાં જૂના માર્કેટ યાર્ડમાં ૪૫ લાખ કિલો કે ૨,૨૫,૦૦૦ મણ ડુંગળીની આવક નોંધાઈ હતી. તો બીજી તરફ આ વર્ષે ડુંગળીનું ધૂમ વાવેતર જોતા જો અનુકૂળ મીસમ રહે તો આવતાવર્ષે પણ ડુંગળીનો મબલખ પાક થવાની ધારણા છે.
સારી ગુણવત્તાની ડુંગળીના અગાઉ મણે રૂ।.૬૦૦ સામે । હવે રૂા.૩૦૦ ભાવ મળે છે!
રાજ્યમાં ૮૫થી ૯૦ ટકા ડુંગળીનો પાક સૌરાષ્ટ્ર મંગલેવાભાવ સ પાર્ડમાં ડુંગળીનો ભાવ સપ્તાહ પહેલા ખેડૂતોને ગત તા. ૧૪ ડિસેમ્બર સુધી પ્રતિ ૨૦ કિલોના 1 રૂ।.૧૧૦થી ૯૩૦ સુધી મળતા હતા જે હવે ઘટીને પ્રતિ મણ રૂા.૯૦થી ૩૩૦ સુધી નીચે ઉતર્યા છે. જો ભાવ તેની ગુણવત્તા પ્રમાણે નક્કી થતા હોય છે પરંતુ, મહત્તમ ભાવ હવે ઘટીને અધર્ષા થઈ ગયા છે. આવકમાં તીતિ અટલી હતી કે ગઈકાલથી શરુ થયેલી ડુંગળીની આવકને પાર્ડમાં ઉતારતા આજે પરોઢ થઈ ગયું ગયું હતું. આર.ટી.ઓ. પાસે આવેલા માર્કેટ યાડેના અમદાવાદ તરફના રોડ બાજુ સેંકડો વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ દ્રશ્યો દર ત્રણ-ચાર દિવસે સર્જાતા હોય છે અને રાજકોટ આજુબાજુ મબલખ પાક વાહનોની લાંબી કતારો લાગે છે.
રાજકોટ આરટીઓ પાસે ડુંગળી લાવતા સેંકડો વાહનોની લાંબી કતારો,૨૦ કલાક ઉતરાઈ ચાલી
બીજી તરફ, આ વર્ષે સીઝનના આરંભે ડુંગળીના ભાવ ગત વર્ષથી સારા મળતા અને બાદમાં જળવાઈ રહેતા ગુજરાતમાં દરમિયાન ઈ.સ. ૨૦૨૩-૨૪ રવી અને ખરીફ એમ બે સીઝનમાં કૂલ ૮૦ હજાર હેક્ટરમાં ડુંગળીનો પાક લેવાયો હતો અને ૨૨.૪૯ લાખ ટનનું એટલે કે ૧૧.૨૩ કરોડ મણનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે આજ તા. ૨૩ ડિસેમ્બર સુધીમાં જ માત્ર રવી ઋતુનું જ વાવેતર ૮૨, ૨૩૮ હેક્ટરમાં થયું છે. હજુ વાવણીની સીઝન જારી છે.
યાર્ડમાં એક દિવસમાં ૪૫ લાખ કિલો ડુંગળી ઠલવાઈ, ભાવમાં ઘટાડો, આ વર્ષે માત્ર રવી ઋતુમાં ૮૨, ૨૩૮ હૈં., ગત બે સીઝનથી વધુ વાવણી