મોટી મારડ ગામે 3500 વૃક્ષો વાવીને શાંતિવનનું નિર્માણ કરાશે
10 દિવસ પહેલા

સેવાસેતુ, આરોગ્ય તપાસ કેમ્પ યોજાયા
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ ખાતે સેવાસેતુ, મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ વિકાસકાયીના લોકાર્પણ-ખાતમુહૂત કાર્યક્રમ યોજાયા હતા.આ તકે મોટી માડમાં લોક ભાગીદારીથી ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કરી શાંતિવનનિર્માણ થવાનું હોઈ તે અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું.
ગામ પાસેના તળાવને ઊંડું કરવાના કાર્યનો પ્રારંભ, નવનિર્મિત પેટા પશુ દવાખાનાનું લોકાર્પણ
મોટીમારડમાં આજે સેવાસેતુની સાથે પંચાયત, ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂ. ૬૩ લાખના ૨૩| વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત તથા રૂ. ૬૨ લાખના ૨૩ કામોનું ઈ-લોકાર્પણ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા.તથા સેવાસેતુના વિવિધ લાભાથીઓને યોજનાકીય સહાય, હુકમો તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ ગ્રામ પંચાયતોમાં ૮૦થી ૧૦૦ ટકા કર વસૂલાત કરનારા સરપંચો, તલાટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.મોર્ટી મારડમાં સદભાવના વૃદ્ધાશ્રમ અને છે ગામ પાસે દાતાઓના સહયોગથીે ગામ શાંતિવનના નિર્માણ માટે ૩૫૦૦ વૃક્ષોના વાવેતરનું આયોજન કરાયું છે. જે અન્વયે વૃક્ષારોપણ કર્યું હતું.
આ ઉપરાંત ગામના સુખનાથ મહાદેવ મંદિર પાસેના તળાવને ઊંડું કરવાના કાર્યનો પ્રારંભ કરાવાર્યો હતો. ઉપરાંત બોર તેમજ ઘનિ પશુ સુધારણા યોજના ઘટક- રાજકોટના નવનિર્મિત ઉપકેન્દ્ર (પેટા પશુ દવાખાના)નું લોકાર્પણ કર્યું હતું.સેવાસેતુમાં વિવિધ ૧૩ વિભાગોની પંચાવન જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. જેનો મોટી મારડ ઉપરાંત ૧૫ ગામોના લોકોએ લાભ લીધો હતો. મેડિકલ ચેક અપ કેમ્પમાં તપાસ ઉપરાંત દવાઓ અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. આ તકે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે લોકોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા.