મધ્ય પ્રદેશમાં પન્નાની ધરતીમાંથી 4.24 કેરેટનો દુર્લભ હીરો મળ્યો
15-02-2025

સરકોહા ગામની ખાણમાથી ખેડૂત ઠાકુરદાસની કિસ્મત ચમકી
મધ્ય પ્રદેશ વિશ્વ પ્રસિધ્ધ એમરોલ્ડ ફોરેસ્ટ, ટાઈગર રીઝર્વ અને હીરાની નગરીમાં વિખ્યાત પન્નાની ધરતી ક્યારે કોને માલા માલ કરી દે તે કહી શકાતું નથી. જિલ્લાના ગહરા ગામના નિવાસી ઠાકુર પ્રસાદ યાદવની શુક્રવારે કિસ્મત ચમકી છે. તેને ૪.૨૪ કેરેટનો ચમચમાતો હીરો મળ્યો છે. તેની કિંમત લાખોમાં બતાવવામાં આવી રહી છે.
હજારો ખેડૂતો અને ગરીબોની કિસ્મત પન્નાની ધરતી બદલી ચુકી છે
જિલ્લા હીરા કાર્યાલયના ઝવેરી અનુપમસિંહે જણાવ્યું હતું કે આ હીરો ૪.૨૪ કેરેટનો છે. આ ઉજ્જવલ ક્વોલીટીનો હીરો છે. ઠાકુર પ્રસાદ યાદવે હીરો અહીં જમા કરાવ્યો છે. સરકોહા ખાણમાં ખોદાણ બાદ તે મળી આવ્યો છે. હીરો જમા લઇને તેની રસીદ આપવામાં આવી છે. આગામી સરકારી હીરાની હરાજીમાં હીરો રાખવામાં આવશે. હીરા કાર્યાલયના રેકોર્ડ અનુસાર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ચાર લોકોએ હીરો કાર્યાલયમાં જમા કરાવ્યો છે. ગત વર્ષે પન્નામા એક કરોડથી વધુ કિંમતના દુર્લભહીરા જમીનમાંથી મળી ચુક્યા છે. અત્યાર સુધીમાં હજારો ખેડૂતો અને ગરીબોની કિસ્મત પન્નાની ધરતી બદલી ચુકી છે. ખાણના સંચાલક ઠાકુર દાસે જણાવ્યું હતું કે અમે ખાણમાં ખૂબજ મહેનત કરી રહ્યાં હતાં.
એક વર્ષથી સતત મહેનત કરવા દરમિયાન હીરો મળવાની આશા ધુંધળી થઇ હતી પરંતુ ભગવાનની કૃપા થઈ અને મહેનત રંગ લાવી. હીરાનું પરીક્ષણ કરાવ્યા બાદ હીરો સરકારી ખજાનામા જમા કરાવ્યો છે. તેણે વધુમાં કહ્યું હતું કે હીરાની હરાજીમાંથી જે નાણા આવશે તેમાંથી પોતાનુ ઘર બનાવશે. પન્નાના હીરા કાર્યાલયના સુત્રોએ કહ્યું હતું કે ઠાકુર પ્રસાદ યાદવે ગત વર્ષે સરકોહા ગામમાં ધરમદાસ પાલની ખાનગી જમીન ખાણ માટે રાખી હતી. છેલ્લા એક વર્ષથી ખાણમાં માટી ખોદીને કાંકરા-પથ્થરોની વચ્ચે હીરાની શોધ ચાલી રહી હતી શુક્રવારે રત્નગર્ભા ધરતી તેના પર મહેરબાન થઇ અને તેના હાથમાં ચમકતો હીરો મળ્યો હતો.