લાઠીના રાભડા ગામના યુવાને સરકારી નોકરી છોડી ગોપાલન અપનાવ્યું
28-03-2025

નોકરીને મારો ગોલી,ગીરગાયનાં દૂધથી મહિને રૂ 4.20 લાખની ધીંગી આવક
આજના યુવાનો સરકારી નોકરી મેળવવા આકાશ પાતાળ એક કરે છે ત્યારે લાઠી તાલુકાના રાભડા ગામના એક યુવાને સરકારી નોકરી ત્રણ વર્ષ કરીને નોકરી છોડી ગોપાલનના
વ્યવસાયને અપનાવી ૩૫ ગાયો વસાવી મહિને રૂા.૪.૨૦ લાખની દુધવેચાણની આવક કરે છે. એનું ૨૦૦ લિટર દૂધ ચપોચપ વેંચાઈ જાય છે. આ ઉપરાંત એની પાસે એક ગાય એવી છે કે એની ઉંચાઈ છ ફૂટની છે. જે સૌરાષ્ટ્રમાં એક માત્ર છે.
નોકરી છોડી ગીર નસ્લની ૩૫ ગાયો વસાવી, રોજ ૨૦૦થી ૨૫૦ લિટર દૂધ વેચી કાયમી રૂા.૧૪ હજારનાં દૂધનો કરે છે વેપાર
સૌરાષ્ટ્ર માં અનેક પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે પશુપાલનનો વ્યવસાય કરી અને પશુપાલકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પાસે આવેલું રાભડા ગામમાં યુવા પશુપાલક પ્રદીપભાઈ પરમાર સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ગીર ગાય ધરાવે છે.આ વિશિષ્ટ ગીરગાયની લાખોમાં કિંમત બોલાય છે. સરકારી નોકરી છોડી દેનારા પ્રદીપભાઈ પરમાર એ જણાવ્યું કે પોતે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કયી છે .પિતા દ્વારા ગીર ગાયનું પાલન કરવામાં આવતું હતું નોકરી છોડી અને પશુપાલનનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને ગીર ગૌશાળાની શરૂઆત કરી હતી.
શરૂઆતમાં બે ગીર ગાય હતી આજે જેવો પાસે ૩૫ થી વધુ ગીર ગાય છે . અને રોજનું ૨૦૦થી ૨૫૦ લિટર દૂધ ઉત્પાદન કરે છે. એમની પાસે એક વિશિષ્ટ ગીર ગાય છે. ૬ ફૂટ ગીર ઊંચાઈ ધરાવતી ગીર ગાય જવલ્લે જ જોવા મળે છે .પોતાની પાસે રહેલી સફેદ કલરની આ ગીરગાયની ઊંચાઈ ૬ ફૂટ છે જ્યારે લંબાઈ સ્ફુટથી વધુ છે. આ ગીર ગાયને લીલડી ગીર ગાય તરીકે ઓળખવામાં આવે છે.
આ ગીરગાય સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચી હોવાનો દાવો કરી રહ્યાછે. અનેક લોકો લાખો રૂપિયામાં માગણી કરી રહ્યા છે એક લાખથી પાંચ લાખ છ લાખ સુધીની આ ગીર ગાયની કિંમત બોલે અને ખરીદવા માટે અનેક લોકો તૈયાર થયા છે .આ ગીર ગાય ખૂબ જ ઊંચાઈ ધરાવે છે જેનું કદ પણ ખૂબ જ છે. અંદાજિત ૫૦૦ કિલો જેટલો ગાયનો વજન પણ છે અને શરીરમાં કદ એક નંદી સમાન છે . આ અમૂલ્ય ગીર ગાય છે જેથી પોતે વેચવા માટે નથી રાખી, પરંતુ હાલ એ ગીરગાયથી દૂધ ઉત્પાદન કરવામાં આવે છે અને ઘી બનાવી અને જેનું વેચાણ કરવામાં આવે છે.આ ગીર ગાયને રોજ નવડાવવામાં આવે છે જેનું લાલન પાલન કરવામાં આવે છે