અમરેલીમાં ગૌહત્યા મામલે આરોપીને 10 વર્ષની સજા

17-04-2025

Top News

સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં ચૂકાદો

અમરેલીના ખાટકી વાડમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાને પોલીસને મળેલ બાતમીના આધારે ૨૫૦ કિલો ગૌવંશનું કતલ કરેલ માંસ સાથે એક શખ્સને ઝડપી લીધા અંગેનો કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને દશ વર્ષની સખત કેદ અને એક લાખના દંડની સજાનો હુકમ કરેલ હતો.

ચાર વર્ષ પહેલાં ખાટકીવાડમાં આરોપીનાં મકાનમાંથી ૨૫૦ કિલો ગૌમાંસ અને ગૌવંશના કપાયેલા અંગો મળ્યા'તા

પ્રાપ્ત વિગત મુજબતા.૨/૪/૨૦૨૧ના રોજ અમરેલી સિટી પોલીસને મળેલ બાતમીના આધારે અમરેલી શહેરના ખાડકીવાડમાં રહેતા સોહીલ મહંમદભાઈભાડુલાના રહેણાંક મકાને રેડ પાડેલ હતી. જેમાં ગૌવંશના કપાયેલા અંગો તેમજ ૨૫૦ કિલો ગૌવંશ માંસ સાથે સોહીલ ભાડુલાને ઝડપી લેવામાં આવેલ હતો.

જે અંગેની ફરિયાદ સિટી પોલીસમાં નોંધાયેલ હતી. જે અંગેનો કેસ અમરેલી સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ રિઝવાના બુખારી મેડમે સ્પે.પી પી ચંદ્રેશ મહેતાની ધારદાર દલીલોના આધારે આરોપીને પશુ સરક્ષણ અધિનિયમની કલમ મુજબ દશ વર્ષની સખત કેદ અને એક લાખના દંડની સજાનો હુકમ કરેલ હતો.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates