રાજકોટ યાર્ડમાં 4065.55 કરોડની કૃષિ પેદાશોનું વેચાણ, ગોંડલથી વધારે
2 દિવસ પહેલા

ઈ.૨૦૨૪-૨૫માં બેડી યાર્ડમાં ૫,૨૮,૭૩૭ટન જણસી ઠલવાઈ
રાજકોટ બેડી યાર્ડમાં ગત ઈ.સ. ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાન કૂલ ૫,૨૮,૭૩૭ટન એટલે કે આશરે પર.૮૭ લાખ ક્વિન્ટલ અર્થાત્ ૨.૯૪ કરોડ મણ કૃષિ જણસી ઠલવાઈ હતી અને તેનું ફૂલ રૂા.૪૦,૯૫,૫૨,૭૫, ૨૯૦ એટલે કે રૂ।.૪૦૫.૫૫ કરોડમાં વેચાણ થયું હતું. ગોંડલમાં વાર્ડમાં આ સમયગાળા દરમિયાન ડુંગળી સહિત ૬, ૫૧,૫૨૯ ટન જણસીની આવક થઈ હતી જે રાજકોટ કરતા વધારે હતી પરંતુ, ટર્નઓવર રૂા.૩૪૨૯ કરોડનું થયું હતું જે રાજકોટથી ઓછું છે.
વર્ષ દરમિયાન ૪૬૭ કરોડની મગફળી, ૪૪૫ કરોડનો કપાસ, ૧૮૩ કરોડના ઘંઉં, ૪૫૩ કરોડના સફેદ-પીળા ચણા વેચાયા
આ વર્ષે મગફળીના અને તેના પગલે સિંગતેલના ભાવ ત્રણ વર્ષમાં સૌથી તળિયે રહ્યા છે આમ છતાં સૌથી વધુ વેચાણમાં મગફળી અગ્રક્રમે છે. વર્ષ દરમિયાન પ્રતિ મણના ૧૧૦૦ની આસપાસ ભાવથી કૂલ રૂ।.૪૯૭ કરોડની ૮.૩૦ લાખ ક્વિન્ટલ મગફળીનું વેચાણ થયું છે. જ્યારે સરેરાશ ૭૨.૭૦ના કિલો કપાસ વર્ષ દરમિયાન વેંચાતો રહ્યો અને કૂલ ૬, ૧૨,૯૩૬ કિક્વન્ટલ કપાસનું ફૂલ રૂા.૪૪૫.૩૯ કરોડમાં વેચાણ થયું હતું. કપાસના વર્ષ દરમિયાન ન્યુનત્તમ રૂા.૧૩૯૧થી મહત્તમ રૂ।.૧૫૪૯ પ્રતિ મણ મળ્યા છે, એક સમયે આ ભાવ વિક્રમસ્તરે પહોંચ્યા બાદ હવે તે સ્થિર થયા છે. ગુજરાતીઓનો મુખ્ય ખોરાક ધંઉં છે
સીઝનમાં રોજ રૂ.૨૦ કરોડ, દૈનિક સરેરાશ ૧૧ કરોડની કૃષિ પેદાશોની લે-વેચ થાય છે
પરંતુ,વેંચાણની રકમ જોઈએ તો ઘંઉં અને ચણાના વેચાણથી લગભગ સરખી આવક થતી હોય છે. વર્ષ દરમિયાન ૫.૯૮ લાખ ક્વિન્ટલ ટુકડા ઘંઉનું રૂ।.૧૬૪.૪૧ કરોડમાં અને ૧.૦૪ લાખ ક્વિન્ટલ લોકવન ઘઉંનું ૨૮.૯૮ કરોડ સહિત આશરે રૂ।.૧૮૩ કરોડ ઘંઉના વેચાણથી મળ્યા છે. ઘરે ઘરે ખવાતા ટુકડા ઘંઉ વર્ષ દરમિયાન પ્રતિ કિલો રૂ।.૨૮.૯૫ના ભાવે અને લોકવન ધં રૂ।.૨૭.૮૫ના ભાવે વેચાણ થયું છે.
જ્યારે ૩.૩૫ લાખ ક્વિન્ટલ ચણાનું રૂ।.૨૦૨.૮૪ કરોડમાં અને ૧,૪૯,૭૯૫ ક્વિન્ટલ સફેદ ચણાનું ૧૫૦.૧૭ કરોડમાં એટલે કે બન્ને ચણા મળીને આશરે ૪૫૩ કરોડનું વેચાણ થયું છે. વર્ષ દરમિયાન સફેદ ચણા પ્રતિ કિલો રૂ।. ૧૦૦,૨૫ના ભાવે અને ચણા રૂ।.૬૦.૫૫ના સરેરાશ ભાવથી વેચાયા છે. રાજકોટ યાર્ડમાં દિનપ્રતિદિન ખેડૂતોની સંખ્યા, માલની આવક અને સોદાઓમાં જબરદસ્ત વધારો થતો જાય છે અને આ માટે શેઠ સહિતની સુવિધાઓ પણ વિસ્તારવી પડી છે છતાં સીઝનમાં માલ ખુલ્લા મેદાનમાં રખાતો હોય છે. સીઝનમાં દૈનિક સરેરાશ ૨૦ થી ૩૦ કરોડનું ટર્નઓવર થાય છે જ્યારે ગત વર્ષમાં દૈનિક સરેરાશ ૧૧ કરોડનું વેચાણ રહ્યું છે જે આ વર્ષે વિક્રમી આવકના પગલે વધવાની પૂરી શક્યતા છે.