અમરેલી: ચલાલાના ગાયત્રી આશ્રમમાં આંધ્રપ્રદેશથી નાના કદની પુંગનુર ગાય નંદી સાથે લાવવામાં આવી

10-03-2025

Top News

વડાપ્રધાન અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી આ પ્રકારની ગાય ધરાવે છે

વિશ્વમાં સૌથી નાની ગાય પુંગનુર છે. આ ગાય ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે. ગાયની પ્રજાતિ બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા ગાયત્રી આશ્રમમાં યુગનુર ગાય અને લાવવામાં આવ્યા છે. ગાયત્રી આશ્રમમાં પુંગનુર ગાય અને નંદી લાવવામાં આવ્યા છે. ૮ લાખ રૂપિયામાં ગાય અને નંદી ખરીદવામાં આવ્યા છે.

ગાય અને નંદીની કિંમત રૂા. આઠ લાખ ચૂકવવામાં આવી, ગાયની ઊંચાઈ માત્ર અઢી ફૂટ, ફક્ત પાંચ કિલો ચારાનો ખર્ચ

નાની ગાય પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. તેની સુરવા માટે આંધ્ર પ્રદેશમાં મોટા પાવે કામ કરવામાં આવી રહ્યું છે. ગાયની આ જાતિ દરરોજ ૩ લિટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આ ગાય કાકીનાડા ખાતેથી લાવવામાં આવી હતી. આ ગાયની સારી માવજત અને ત્યારબાદ આશ્રમ ખાતે સંવર્ધન કરવામાં આવશે અને અન્ય લોકોને આપવામાં આવશે.

ચલાલામાં આવેલા ગાયત્રી સંસ્કારષામના મેનેજિંગ ટ્રસ્ટી રતિભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશના કાકીનાડામાં પુંગનુર ગાયની ખરીદી કરવામાં આવી છે. અહીં ગાયની પૂજા અને અર્ચન કરવામાં આવશે અને તેનું સંવર્ધન કરવામાં આવશે. બાદ અગામી દિવસોમાં ગાયની પ્રજાતિ અમરેલી જિલ્લાના લોકોને નિઃશુલ્ક આપવામાં આવશે આ ગાય લાવવા માટે ૮૦ હજાર રૂપિયા વાહન ભાડું આપવામાં આવ્યું છે. ૮ લાખ રૂપિયામાં ગાયની ખરીદી કરવામાં આવી છે. વડાપ્રયાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગીજી પાસે આ પ્રજાતિની ગાય છે. ગુજરાતમાં પ્રથમ વખત ગાય

લાવવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે ગાયની ઉંમર ૯ માસ છે અને નંદીની ઉંમર ૭માસ છે. રોજ પાંચ કિલો લીલો અને મૂકો ચારો આપવામાં આવે છે તેમજ ૫૦૦ ગ્રામ ખાલ આપવામાં આવે છે. સાથે જ ગોળ પણ ખવડાવવામાં આવે છે. ગાયના દૂધનો ઉપયોગ પીવામાં પણ કરી શકાય છે. જોકે ગાયના દૂધનો વધુ ઉપયોગ તિરુપતિ ભાલાજી મંદિરે કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં આ ગાયના દૂધનો ભાવ ૨૦૦થી લઈ ૫૦૦ રૂપિયા સુધીનો છે.

ગાયનું સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ સુધીનું, કિંમત છ લાખ સુધી !

ખડસલી પશુપાલન પોલિટેકનિકના પ્રોફેસર ડો. કુણાલ બદાણીએ જણાવ્યું હતું કે, આ ગામનું આયુષ્ય ૧૦થી ૧૪ વર્ષનું હોય છે. ગાયની કિંમત ૬ લાખ રૂપિયા સુધીની હોય છે. આંધ્રપ્રદેશના ચિતુર જિલ્લામાં ગાય વધારે જોવા મળે છે. ગાયની લંબાઈ એક ફૂટથી ત્રણ ફૂટની હોય છે. આ ગાય સામાન્ય રીતેબજારમાં જોવા મળતી નથી તેમજ નંદીનું વજન ૨૦૦ કિલો અને ગાયનું વજન ૧૭૦ કિલો સુધી હોય છે. રાજા પુગાનુર ઉપરથી ગામનું નામ પડયું છે. સરકારે બુમ થતી પ્રજાતિમાં આ ગાધનો સમાવેશ કવી છે. ૨૦૦૭ની વસ્તી ગણતરીમાં આ ગાયની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી. ભારતમાં ૩૦ સરકારી ફાર્મમાં આ ગાય રાખવામાં આવી છે.

દૂધમાં ૩થી ૩.૩૫ ટકા ફેટ, ત્રણથી પાંચ લિટર સુધી દૂધ ઉત્પાદન

પુંગનુર ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે. ગાયની ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે. આ ગાયની જાત હાલ બુપ્ત થઈ રહી છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ કાર્ય કરવામાં આવે છે. ગાયની ઊંચાઈ બે ફૂટથી અહીં ફૂટ છે તેમજ તેની લંબાઈ ત્રણ ફૂટથી ચાર ફૂટ હોય છે, જેથી આ ગાય ખુબ જ પ્રખ્યાત છે. આખા દિવસમાં પાચ કિલો ઘાસચારો ખાય છે અને એક કિલો જેટલું ખાણદાણ ખાવ છે અને દિવસમાં ત્રણથી પાંચ લિટર સુધી આ ગાય દૂધ આપે છે. ગાવના દૂષના ૩થી ૩.૩૫ ટકા ડેટ આવે છે

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates