અમૂલ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.10નો 1 જૂનથી વધારો

2 દિવસ પહેલા

Top News

અમેરિકા બાદ સ્પેનમાં અમૂલ દૂધ લોન્ચ કરાશે

આણંદની અમૂલ ડેરી દ્વારા તા. ૧ જૂનથી દૂધની ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. ૧૦નો વધારો કરવામાં આવશે. અમૂલ દાણના ભાવમાં પ્રતિ કિલોએ ૫૦ પૈસાનો ઘટાડો કરાયો છે. તેમજ અમેરિકા બાદ હવે સ્પેનમાં પણ અમૂલ દૂધ લોન્ચ કરાશે.

અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ રૂ. ૧૦નો વધારો કરાયો છે. તા. ૧ જૂનથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે દૂધના રૂ. ૮૫૫ના બદલે ૮૯૫ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને ઠાયદો થી દૂધના ઉત્પાદકોને ૨૦૨૪-૨૫ માટે રૂા. ૧,૦૨૮ પ્રતિ કિલો ફેટ અંતિમ ભાવ ચૂકવવામાં આવ્યા છે.

દાણના ભાવમાં પ્રતિ કિલોએ ૫૦ પૈસાનો ઘટાડો કરાશે, ૭ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે

અમૂલ દાણના ભાવમાં પ્રતિ કિલોએ ૫૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ દાણની ૭૦ કિલોની બેગ દીઠ રૂ. ૩૫ અને ૫૦ કિલોની બેગદીઠ રૂ. ૨૫નો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ વરદાન દાણમાં બેગ દીઠ રૂ. ૫૦, ન્યુટ્રી ગાર્ડ દાણમાં બેગ દીઠ ૨૦, બફેલો દાણમાં બેગ દીઠ ૧૦૦, ન્યુટ્રી પાવર દાણમાં બેગ દીઠ રૂ. ૨૦૦નો પહેલાથી ઘટાડો કરવામાં આવ્યો છે.

અમૂલ ડેરીએ આસામ સરકાર પાસેથી 1 લીઝ લીઝ પર લીધેલી જમીન પર રૂા. ૭૫થી ૧૦૦ કરોડના મૂડી રોકાણ સાથે નવો ડેરી પ્લાન્ટ ટૂંકમાં સ્થપાશે. અમેરિકા બાદ તા. ૪થી જૂને સ્પેનમાં જીસીએમએમએફ અને સ્થાનિક ડેરીના સહયોગથી અમૂલ દૂધ લોન્ચ કરાશે. બે બાયો સીએનજી પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. જેમાં ગાયના મૂત્ર અને ગોબરના ઉપયોગથી ગોબરગેસ ઉત્પન્ન કર્યા બાદ સ્લરીને ખાતર તરીકે ઉપયોગ કરાશે. અમૂલ ડેરી દ્વારા અત્યાર સુધીમાં દૂધ મંડળીઓમાં ૯૯૪ સોલર સિસ્ટમ લગાડાઈ છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates