જામનગરમાં ૨૫ હજાર વૃક્ષો સાથેના ઓક્સિજન પાર્કનું થશે નિર્માણ
05-02-2025

તમામ પ્રકારના ફૂલ ઝાડ ફળ-ફ્રુટના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે
જામનગરના પોલીસ વિભાગ દ્વારા ગો-ગ્રીન એક્ટિવિટી અંતર્ગત ઓક્સિજન પાર્કનું જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિસ્તારમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે ૨૫,૦૦૦ જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેનો પ્રારંભ કરાયો હતો.
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સૌ પ્રથમ રાજકોટ રેન્જ ના આઈજીપી અશોકકુમાર યાદવને ગાર્ડ ઓફ ઓનર અવાયા બાદ સ્વાગત કર્યું હતું.
એચડીએફસી બેન્કના સહયોગથી સમગ્ર ઓક્સિજન પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. અને આજે સૌ પ્રથમ રાજકોટ રેન્જના આઈજીપીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આશરે ૨૫,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ પ્રકારના ફૂલ ઝાડ ફળ-ફ્રુટના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને રાજકોટના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેની ત્રણ વર્ષ સુધી માવજત કરવામાં આવશે.