રાજકોટ સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં કૃત્રિમ વધારો
10-05-2025

38 ચીજોના ભાવના મોનીટરીંગના સરકારી દાવા વચ્ચે
આજે એક તરફ રાજકોટ જિલ્લા પૂરવઠા કચેરીએ રાજ્ય સરકારની સૂચના અન્વષે ૩૮ આવશ્યક ચીજવસ્તુના ભાવોના મોનીટરીંગ થઈ રહ્યાનો દાવો કર્યો છે ત્યારે બીજી તરફ રાજકોટ તેલ બજારમાં આજે સતત બીજા દિવસે રૂા.૨૦નો ભાવવધારો ઝીંકાયો હતો છતાં વરસાદી સ્થિતિનો લાભ ઉઠાવીને તેલ લોબીએ બે દિવસથી ભાવવધારાનો દોર શરુ કર્યો છે. સિંગતેલ, કપાસિયા તેલમાં બે દિવસમાં
જ રૂા. ૪૫નો વધારો કરાયો છે. આવર્ષે ગુજરાતમાં મગફળીનો રેકોડ ૫૧ લાખ ટનનો પાક થવો અને વાર્ડમાં ખેડૂતોએ તથા સરકારે પણ નીચા ભાવે મગફળી વેચી છે સિંગતેલ ગુજરાતનું જ સ્થાનિક તેલ છે અને તેલનું અને મગફનીનું મબલખ ઉત્પાદન થયું છે. પુરતો બફર સ્ટોક છે. વર્ષની સીઝન દરમિયાન મગફળી નીચા ભાવે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહી છે,
મગફળીનો મબલખ પાક, નીચા ભાવે મીલરોની ખરીદી છતાં સિંગતેલના ભાવ વધે છે
મિલરોએ વર્ષ દરમિયાન એકંદરે અગાઉના બે વર્ષ કરતા નીચા ભાવે મગફળી મળી છે આ સ્થિતિમાં પણ આશ્ચર્યજનક રીતે સિંગતેલનાઅને કપાસિયા તેલમાં વધુ રૂા.૨૦નો વધારો ઝીંકાતા આજે સિંગતેલ ૧પ કિલો નવા ટીન રૂ|. ૨૩૦૫-૨૩૫૫એ અને કપાસિયા તેલ રૂો. ૨૨૨૦-૨૨૭૦એ પહોંચ્યું હતું. જ્યારે આયાતી પામતેલ બે દિવસ પહેલા રૂ।. ૧૯૭૫ના ભાવે મળતું હતું તેમાં પણ રૂ।.૪૦ના વધારા સાથે રૂા.ર હજારની સપાટી વટાવીને રૂા.૨૦૧૫એ પહોંચ્યું હતું.
તંત્રએ આવશ્યક ચીજવસ્તુનો સંગ્રહ ન થાય તે માટે કડક સૂચનાઓ સૂચનાઓ આપી છે પરંતુ, ગત ત્રણ દિવસમાં પૂરવઠા સહિતના તંત્રીએ આ અંગે કોઈ ચેકીંગ કર્યું નથી કે તેની વિગતો જારી કરી નથી. માત્ર અપીલ કરવાથી કે કડક પગલાની વાતોથી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો અસ્ખલિત અને વાજબી ભાવે મળતો રહે તેવી શક્યતા નહીવતુ છે ત્યારે તંત્રે વાત કરી તેને વ્યવહારમાં લાવવા એક્શનની જરૂર વર્તાઈ રહી છે.