સુરતની APMCમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ વેચાતું હતું, 2000કિલો જથ્થો મળ્યો

09-01-2025

Top News

જથ્થો ચાઇનાથી વાયા મુંબઈ, કોલકતા થઈ સુરતની માર્કેટમાં પહોંચ્યો

સુરતની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (એપીએમસી) પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પણ વેચાઈ રહ્યું હતું. . જોકે, તે અંગે મોડેમોડે શંકા જતા તપાસ કરવામા આવતા તે ચાઇનીઝ લસશ હોવાનું બહાર આવ્યું હતું. જેથી વેપારી પાસેનો ૨૦૦૦ કિલોગ્રામનો જથ્થો નાશ કરાવો હતો. ચાઇનીઝ લસણ કોઇપણ માર્કા વગર ભારતના બજારમાં ઘુસાડવામાં આવી રહ્યું છે.

વેપારીએ મુંબઈના વેપારી પાસેથી મંગાવ્યાની કબૂલાત

સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલી એપીએમસી માર્કેટમાં ચાઈનીઝ લસણનો મોટો જથ્થો મળ્યો છે. આ પ્રતિબંધિત લસણ અહી વેચાઈ રહ્યું હતું. જોકે, તે અંગે શંકા જતા એપીએમસીની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવતા તે ચાઇનીઝ લસણ જ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વેપારીએ પાસે રૂા. ૧૦ લાખની કિંમતનો ભે હજાર કિલોગ્રામ જેટલો જથ્થો હતો. વેપારીએ પુછપરછમાં જણાવ્યું હતું કે, જથ્થો તેણે મુંબઇના વેપારી મંગાવ્યો હતો. ચાઇનીઝ લસણ વાયા મુંબઈ કે કોલકતા થઈને ભારતના બજારમાં પુસાડાઈ રહ્યું છે. વેપારી પાસે મળેલા લસણના જથ્થો કબજે લઇ એપીએમસીના પ્લાન્ટમાં નાંખીને નાશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, સને-૨૦૦૬માં ભારત સરકારે ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ મુકયો હતો. જોકે, ચાઈનાથી આ લસણ મુંબઈ, કોલકતા ડોક્યાર્ટ પર હલવાયા બાદ ભારતના બજારોમાં પહોંચી રહ્યું છે. અન્ય ભારતીય લસશની સાથે આ લસણનો જથ્થો માર્કા વગર ઘુસાડવામાં આવે છે. જેથી પ્રાથમિક તબક્કે કોઈને ખબર પડતી નથી કે આ પ્રતિબંધિત ચાઇનીઝ લસશ છે

ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકાયો પણ વોચ રાખવા માટે સરકારી મર્શીનરી નથી

સુરત, સરકારે સ્વાસ્થ્ય માટે યોગ્ય ન હોવાનું જણાવીને પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ તો મુકી દીધો, પરંતુ આ લસણ પર વોચ રાખી શકે તેવી કોઇ સરકારી મશીનરી ઉપલબ્ધ નથી. આ લસણ ખેતીમાં પાકતુ હોવા છતા ખેતીવાડી અધિકારીને કાર્યવાહી કરવાના કોઈ પાવર નથી. તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ પર આવતુ ના હોવાથી પુરવઠા તંત્ર પણ કોઈ કાર્યવાહી કરી શકતુ નથી. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે પણ કાર્યવાહી કરવાના પાવર નથી. બાકી બચ્યુ પાલિકાનું ફુડ વિભાગ તે પણ આ કાર્યવાહીથી અજાણ છે.

લસણ એકદમ આકર્ષક દેખાય પણ ગંધ ન આવે તેવી

ગૃહિણીઓ ફરિયાદ કરે તો સમજવું ચાઇનીઝ લસણ છે (પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર વેપારીઓ જણાવે છે કે ઘણીવાર માર્કટમાં લસણ ખરીદી કરીને આવ્યા પછી ઘણા લોકો કકળાટ કરે છે કે વેપારી ઉલ્લુ બનાવી ગયો. આ લસણ તો દેખાવમાં એકદમ આકર્ષક છે પરંતુ તેની કોઈ ગંધ જ આવતી નથી. અને સ્વાદમાં પણ નથી. આ વાત જયારે કોઈ ગૃહણી કે સામાન્ય વ્યક્તિ કરે ત્યારે સમજી જવું કે આ લસણ ભારતીય નથી ચાઇનીઝ છે. અને જો ભારતીય લસણની પરખ કરવી હોય તો રૂમમાં એક કડી ખોલતા જ આખા રૂમમાં ગંધ ફરી વળે તે ઓરીજનલ ભારતીય લસણ. વેપારીઓ તો ત્યાં સુધી કહે છે કે આ લસણની પરખ વેપારી સિવાય કોઈને ખબર જ પડતી નથી.

ચાઇનીઝ લસણ ૪૦ ટકા સસ્તુ મળે છે

સુરત, હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. અને શહેરીજનો આખુ વર્ષ ચાલે તેટલુ લસણ સંગ્રહ કરતા હોય છે. ત્યારે જ બજારમાં આ ચાઈનીઝ લસણ ઠાલવવામાં આવી રહ્યું છે. ભારતીય બજાર કરતા ચાઈનીઝ લસણ ૪૦ ટકા સસ્તુ મળે છે. હાલ સુરતમાં ૨૦ કિલો લસણનો ભાવ રૂા.પ હજાર સુધી છે. જયારે ચાઈનીઝ લસણ બે થી ચાર હજાર રૂપિયામાં મળી રહે છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates