ગુજરાતમાં ઠંડીનો ચમકારો : 8 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન

07-02-2025

Top News

ઠંડી ઘટવાની આગાહી વચ્ચે રાજકોટમાં ઠંડી એકાએક વધી

રાજ્યમાં ગઈકાલે મૌસમ વિભાગે ઠંડીમાં ઘટાડાની આગાહી કરી હતી પરંતુ, આજે પવનની રૂખ બદલાતા પૂર્વોત્તર અને પૂર્વના ઠંડા પવનો ફરી વળતા તાપમાનમાં ત્રણ-ચાર સે.નો ઘટાડો થતા કડકડતી ઠંડી અનુભવાઈ હતી.

તાપમાન ૧૦ સે. નજીક પહોંચ્યું, તાપમાનમાં બે દિવસમાં ૨-૩ સે.નો વધારો થવા આગાહી

રાજકોટ અને કેશોદમાં ન્યુનત્તમ તાપમાન ૧૦.૭ સે. સુધી નીચે ઉતર્યું હતું. પારો ફરી ૧૦ સે. નજીક પહોંચતા તીવ્રિ ઠંડી રહી હતી. અમરેલી, ભાવનગ, દિવ, મહુવા, પોરબંદર સહિતના સ્થળે પણ ઠંડીમાં વધારો નોંધાયો હતો. મૌસમ વિભાગે આજે આગામી બે દિવસમાં તાપમાનમાં રથી ૩ સે.વધારો થવા સાથે ઠંડીમાં ઘટાડો થવાની આગાહી કરી છે. દરમિયાન પખવાડિયાના પૂર્વાનુમાન મૂજબ ગુજરાતમાં એકંદરે ૧૪ સે. આસપાસ સામાન્ય ઠંડી હજુ જારી રહેશે. જો કે કોલ્ડવેવની કોઈ શક્યતા નથી.

આજથી તાપમાન ૩ ડિગ્રી વધતાં ઠંડી ઘટી શકે

અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં સળંગ બીજા દિવસે ૧૫ ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસમાં તાપમાન ૩ ડિગ્રી વધતાં ઠંડીમાં રાહતની હવામાન વિભાગની આગાહી છે.

નલિયામાં ૮.૬ સાથે સૌથી નીચું તાપમાન : રાજકોટમાં ૧૦.૭, અમદાવાદમાં ૧૪.૩ ડિગ્રી

અમદાવાદમાં ગત રાત્રિના ૧૪.૩ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અગાઉ મંગળવારે રાતે ૧૧.૪ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આજે દિવસ દરમિયાન ૨૮.૧ ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ લઘુતમ | તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૬ ડિગ્રીનો ઘટાડો હતો. આગામી ૩ દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates