હળવદમાં સબસિડીવાળું યુરિયા ખાતર વેચવા બદલ ૫ સામે ગુનો
31-12-2024

મોરબી ચોકડી પાસે ખાતર ગોડાઉનને સીઝ કરાયું
ગત તારીખ ૭ ડિસેમ્બર ના રોજ હળવદ મોરબી માળિયા ચોકડી પાસે ગોડાઉનમાં ૧૪૩૭ યુરિયાની બેગ મળી કુલ ૨૫,૫૨.૧૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કયોહતો, આ મામલે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમજ ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું છે.
તા.૭ના રોજ ૧૪૩૭ યુરિયા બેંગ પકડાઈ હતી, ગોડાઉન સંચાલક, ટ્રકચાલક, એગ્રો માલિક સામે કરાઈ કાર્યવાહી
મોરબી માળિયા ચોકડી પાસે આવેલ અક્ષર એગ્રીકલ્ચર એન્જિ વર્કસ લખેલા ગોડાઉનમાં તારીખ ૭ ડિસેમ્બર ના રોજ ખેતીવાડી વિભાગના મોરબી જિલ્લા અધિકારીએ કમચારીઓ સાથે રાખી રેઇડ કરી જરૂરી કાર્યવાહી કરતાં યુરિયા ખાતરની થેલી ૩૬૯ જેની એકની કિંમત ૨૯૯,૫૦ મળી કુલ કિંમત રૂપિયા ૯૮૩૩૯ તથા ટ્રકમાં રહેલયુરીયા ખાતર ૭૦૦ થેલી કુલ કિંમત ૧,૮૬,૫૫૦ તથા ન્યુ પોર્ટસ ખાતરની થેલી ૧૮૮ કિંમત ૨.૦૬.૦૦૦ તથા કુંભકો ખાતરની પ્લાસ્ટિકની થેલી ૨૫૦ થેલી , કુલ કીમત ૬૬૬૨૫ કુલ મળી ૨૫, ૫૨, ૧૧૪ નો મુદ્દામાલ પકડી પાડયો હતો, જેમાં સબસિડી વાળી ખાલી યુરીયા બેગો તેમજ સરકારી સબસિડી વાળુ ખાતર મળી આવતા, ખેતીવાડી | વિભાગને જાણ કરવામાં આવી હતી .જેના અહેવાલ બાદ અજય ભુપેન્દ્રભાઈ રાવલ. (ગોડાઉન સંચાલક) કયટારામ જાટ ટ્રક (ડ્રાઈવર,) કાળુ ખોડાભાઈ મુધવા, ચેતન રાઠોડ, જયદીપ તારબુદીયા (ખાતર સપ્લાયર) સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.ખેતીવાડી દ્વારા ગોડાઉન સિઝ કરવામાં આવ્યું હતું.