ટેકાના રૂ 1345ના ભાવ છતાં યાર્ડમાં 1245 ના ભાવે મગફળી વેચવા ધસારો
29-01-2025

રાજ્યમાં ઉત્પાદિત મગફળી સામે 20 ટકાની ખરીદી સરકારે કરી
સરકાર ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ| ૬૭૮૩ એટલે કે પ્રતિ મણ (૨૦ કિલો) રૂ।.૧૩૫૯.૬૦ના ભાવે મગફળી ખરીદ કરે છે. જે ખરીદી તા. ૮ ફેબ્રુઆરી સુધી ચાલનાર છે ત્યારે બીજી તરફ યાર્ડમાં મહત્તમ ભાવ રૂ।. ૧૨૪૫ મળતા હોવા છતાં પણ યાર્ડમાં મગફળી વેચવા પસારો જોવા મળ્યો છે અને ટનબંધ મગફળી હજુ પણ ઠલવાઈ રહી છે.
સૌરાષ્ટ્ર તેલ બજારમાં સિંગતેલના ભાવમાં વધુ ૨૫નો ઘટાડો થતા ડબ્બો રૂા. ૨૪૫૦નીચે ઐતિહાસિક સપાટીએ
ગુજરાતમાં અગાઉ વર્ષે આશરે ૩૦ લાખ ટન ઉત્પાદન થતું પણ હવે વાવેતર વપ્યું છે અને બે-ત્રણ વર્ષથી મીસમ અનુકૂળ રહે છે. જેના પગલે ગત વર્ષે ૪૭ લાખટન અને આ વર્ષ ઈ.૨૦૨૪-૨૫માં ૫૧ લાખ ટન મગફળીનું વિક્રમી ઉત્પાદન થયું છે જેના પગલે ટેકાના ભાવની વિશેષ જરૂરિયાત ખેડૂતોને પડી છે.
રાજ્યના કૃષિમંત્રીએ આજે જાહેર કર્યા મૂજબ મગફળી વેચવા રાજ્યના ૩.૭૨ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે જે પૈકી ૨.૯૮ લાખ ખેડૂતો પાસેથી આજ સુધીમાં આશરે ૧૦ લાખ ટન મગફળીની ખરીદી ટેકાના ભાવે કરાઈ છે જે રૂ।.૬૭૦૦ કરોડથી વધુ મૂલ્યની થાય છે. આમ, સરકારની ખરીદી આ વર્ષે ૨૦ ટકા પહોંચી છે. હજુ ૭૪ હજાર ખેડૂતો પાસે સુધી ખરીદી થતી રહેશે. દસ દિવસ સરકારના આ દાવા વચ્ચે માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ રૂ।.૯૦૦થી ૧૨૪૫ એટલે કે સરેરાશ ૧૦૭૦ ભાવથી મગફળી વેચવા આજે ૧૧,૧૦૦ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ત્રણ દિવસ પહેલા પણ ૯૬૦૦ ક્વિન્ટલની આવક થઈ હતી. આમ, ટેકાથી ઓછા ભાવ પણ ઝડપથી પેમેન્ટ થતું હોવાથી અને નબળો માલ ઓછા ભાવે પણ ખરીદી લેવાતો હોવાથી યાર્ડમાં ધસારો જારી રહ્યો છે.
બીજી તરફ, મગફળીના ભાવ ઘટવાની સાથે અને હાલ તેલબજારમાં ખરીદી ઠંડી હોઈ સિંગતેલ પ્રતિ ૧૫ કિલો ડબ્બાનો ભાવ આજે વધુ રૂ.૨૫ ઘટીને લાંબા સમય બાદ રૂ।.૨૩૯૫-૨૪૪૫ના નીચા ભાવે સોદા પડયા હતા. સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચે હવે ડબ્બાએ માત્ર રૂ।.૨૭૦નો ફરક રહ્યો છે.