ડ્રોનદીદી દ્વારા ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ, વધુ 46 ડ્રોનને મંજૂરી

03-05-2025

Top News

સખી મંડળના બહેનોને ડ્રોન ઉડાડવાની અપાતી તાલીમ

ખેતરોમાં દવાના છાંટવામાં સૌથી ઉપયોગી ડ્રોન ટેકનોલોજી રહી છે. રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોના સખી મંડળની બહેનોને ડ્રોન દ્વારા ખેતરોમાં દવા છાંટવાની તાલીમ આપીને સ્વનિર્ભર બનાવવાનાં હેતુથી ટુંક સમયમાં રાજકોટ જિલ્લાના સખી મંડળની બહેનોને ૪૬ ડ્રોન આપી “ડ્રનદીદી' તરીકે તૈયાર કરવામાં આવશે.

પડધરી તાલુકામાં ડ્રોનદીદી દ્વારા ૧૭૦૦ ખેડૂતોના ખેતરોમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ; વર્ષે ૧૨ લાખની કમાણી

રાજકોટ જિલ્લામાં અત્યારે ૬ બહેનોને ડ્રોનની તાલીમ આપવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી ઈફકોની મદદથી પુનામાં ડ્રોન ઉડાડવાની ૧૫ દિવસની તાલીમ આપવામાં આવે છે. પ્રેકટીકલ જ્ઞાન દ્વારા રીમોટથી ડ્રોન ઉડાડવાની તાલીમ મળ્યા બાદ ખેતરોમાં દવાના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના આ પ્રોજેકટ રાજયભરમાં પ્રથમ હરોળમાં રહી આર્થિક રીતે બહેનોને સમૃધ્ધ કરવામાં ઉપયોગી થતાં આ વર્ષમાં ૪૬ ડ્રોનને મંજૂરી આપવામાં આવી છે.

જે ડ્રોનની મદદથી સખી મંડળમાં ધો.૧૨ પાસ બહેનોને રીમોટ દ્વારા ડ્રોન ઉડાડી દવાનો છંટકાવ કરવાની તાલીમ અપાશે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ડ્રોનદીદી તરીકે જાણીતા સોનલબેન પાંભરે છેલ્લા એક વર્ષમાં ૧૭૦૦ જેટલા ખેડૂતોના ખેતરમાં દવાનો છંટકાવ કરીને અંદાજે ૧૨ લાખની વાર્ષિક કમાણી કરીહોવાનું જણાવ્યું હતું. કપાસ, તુવેર, એરંડા અને બાગાયતી પાકમાં દવાના છંટકાવમાં ડ્રોન ઉપયોગી છે. જેથી પાકને નુકસાન થતું નથી. સાપ જેવા જીવજંતુઓનો ડર રહેતો નથી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates