જમીન વિવાદના મુદ્દે ખેડૂત પર કુહાડી, પાઈપથી હુમલો

06-04-2025

Top News

વિંછીયાના મોટામાત્રા ગામનો બનાવ

વિંછીયાના મોટામાત્રા ગામે રહેતા ખેડૂત કનુભાઈ રામકુભાઈ ખાચર (ઉ.વ.૩૭) તેની વાડી નજી હતા ત્યારે ત્યાં ધસી આવેલા છ શખ્સોએ કુહાડી, પાઈપ વડે હુમલો કરી ઈજા કર્યાની વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ખેડૂતના ભાણેજ સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો

વિંછીયા પોલીસે આ મામલે કનુભાઈ ખાચર (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી ભગીરથ કુલભાઈ ધાધલ (રહે. તુરખા, તા. બોટાદ), દિલીપ ભાભળા (રહે. બોટાદ, મૂળ ભાણેજકા, તા. ચુડા), સતુ બસીયા (રહે. તુરખા), કિશોર બહાદુરભાઈ ખાચર (રહે. મોટામાત્રા) અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કનુભાઈએ પોલીસને જણાવ્યું કે ગઇકાલે બપોરે તે બાઈક લઈને વાડીએ આંટો મારવા ગયા હતા. તેની વાડી ભાગીદારીમાં વાવતા રણુભાઇ ધાધલ વાડીએ તેની રૂમમાં સૂતા હતા. આથી તે પણ ખાટલો ઢાળી ત્યાં સૂતા હતા પરંતુ લાઈટ જતા રનુભાઈ જાગીને ફાકી બનાવવા લાગ્યા હતા. તે સમયે ત્યાં તેનો ભાણેજ ભગીરથ ધાધલ રૂમમાં કુ હાડી સાથે આવ્યો હતો. અને હુમલો કર્યો હતો.

આ સમયે રણુભાઈ વચ્ચે પડતાં ત્યાં પાઈપ સાથે ધસી આવેલા બીજા આરોપી દિલીપ ભાભલાએ રણુભાઈને ધક્કો મારી રૂમની બહાર કાઢી નાખ્યા હતાં. અને તેને મારવા લાગ્યા હતાં. આ સમયે ત્રીજો આરોપી સતુ બસિયા પાઈપ સાથે આવ્યા બાદ ત્રણેયે તેના પર હુમલો કરતા બૂમાબૂમ કરતા અજાણ્યા બે શખ્સોએ પણ રૂમમાં આવ્યા બાદ તે રૂમના દરવાજા પાસે ઉભા રહી ગયા હતા. બાદમાં તમામ ત્યાંથી કારમાં નાસી ગયા હતાં. જ્યારે તેની વાડી તેના ગામનાં કિશોર ખાચરે બતાવ્યાની શંકા વ્યક્ત કરતાં વિંછીયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates