ઈશ્વરિયા ગામે ટ્રેક્ટરની ટ્રોલીની વચ્ચે માથું આવી જતાં ખેડૂતનું મોત

2 દિવસ પહેલા

Top News

ચેતવણીરુપ ઘટનાઃ રિપેરીંગ કરતી વખતે જેક છટકતા થઇ દુર્ઘટના

જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે ખેડૂતનું માથું આવી જતાં મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ધ્રોલ નજીક સણોસરા ગામે ડેમમાં માલ સામાન ધોઈ રહેલા યુવાનનો પગ લપસી જતાં ડૂબી જવાથી મોત થયું હતું.

સણોસરા ગામે ડેમમાં માલ-સામાન ધોઈ રહેલા રૂપાવટીના યુવાનનો પગ લપસતા ડૂબી જવાથી મોત

જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા | ગામમાં રહેતા અને ખેતી કામ કરતા લખમણભાઈ અરજણભાઈ બેલા નામના ૪૦ વર્ષના ખેડૂત યુવાનનું ટ્રેક્ટરની ટ્રોલી નું રીપેરીંગ કામ કરતી વખતે એકાએક જેક છટકી જતાં માથું ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે આવી ગયું હોવાથી ગંભીર ઈજા થઈ હતી, અને તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું છે.

પડધરી તાલુકાના રૂપાવટી ગામના |

વતની અને માલ ઢોર ચરાવવાનું કામ કરતા રામાભાઈ મંછાભાઈ ઝાપડા નામના ૩૫ વર્ષના યુવાન પ્રોલ તાલુકાના સણોસરા ગામમાં પોતાના કૌટુંબિક ભાઈ કુંભાભાઈ વિરમભાઈ ઝાપડાને ત્યાં આવ્યા હતા, અને ઘેટા બકરા નો માલ સામાનધોવા માટે સણોસરા ગમના ડેમમાં ઉતર્યા હતા.દરમિયાન અકસ્માતે તેનો પગ પાણીમાં લપસી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates