બગસરામાં વાવેતરના દાખલા કઢાવવા બાબતે ખેડૂતો પરેશાન
03-03-2025

સ્થાનિક ફોર્મ મળવાના બદલે ઝેરોક્સ સેન્ટરે મોકલવામાં આવતાં આશ્ચર્ય
બગસરામાં વાવેતરના દાખલા કઢાવવા માટે સ્થાનિક કક્ષાએ ફોર્મ ઉપલબ્ધ કરાવવાના બદલે સિટી તલાટી દ્વારા નિશ્ચિત ઝેરોકસ સેન્ટરે ખેડૂતોને મોકલી ફોર્મ મેળવતા હોવાની વિચિત્ર રસમ સામે અનેક સવાલો ઉભા થયા છે.
સિટી તલાટી દ્વારા ખેડૂતોને ધક્કા ખવડાવાતા નારાજગી વધી, તંત્ર દ્વારા યોગ્ય આદેશની માગણી
વાવેતરના દાખલા કઢાવવા માટે અરજીનું ફોર્મ ઓફિસે થી જ આપવા ના બદલે ઝેરોક્ષની દુકાનેથી કઢાવવા મોકલતા ખેડૂતોને આ એક અરજીના ફોર્મના દાખલા માટે ૧૦ રૂપિયા ખર્ચ કરીને અરજી નું ફોર્મ લેવું પડે છે.જયારે આ સામાન્ય અરજીનું ફોર્મની વાસ્તવિક તેની ઓફિસમાંથી કાઢીને આપે તો આવા ખેડૂતોને આર્થિક ભારણ ના આવે ,બગસરા સિવાય અન્ય ગામડાઓમાં વાવેતરના દાખલા તલાટી મંત્રી ગ્રામ પંચાયત ઓફિસ માંથી જ આપતા હોય છે.
જ્યારે બગસરામાં તલાટી મંત્રી દ્વારા આ દાખલાઓ આપવામાં આવતા નથી અને મામલતદાર ઓફિસની સામે ઝેરોક્ષોની દુકાનેથી તૈયાર વાવેતરનો દાખલો લઈ આવો તેવું કહીને એક રૂપિયાની ઝેરોક્ષના ખેડૂતોને ૧૦ રૂપિયા આપવા પડતા હોય તેવી ફરિયાદ ખેડૂતો પાસેથી સાંભળવા મળેલ છે. આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ખેડૂતોને વાવેતરનો દાખલો તલાટી મંત્રી પાસેથી જ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માગણી છે.