ભાણવડમાં ખેડૂતોને સરકારી યોજનાનો ઓનલાઈન લાભ મેળવવામાં હેરાનગતિ
22-03-2025

વી.સી.ઈ.ની અછતનાં કારણે વિક્ટ સ્થિતિ
ભાણવડમાં ખેડૂતોને સરકારી યોજનાનો ઓનલાઇન લાભ મેળવવામાં વ્યાપક હાલાકી પડતી હોવાથી તાકિદે યોગ્ય કાર્યવાહી માટે આદ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
ઓનલાઈન થતી પ્રક્રિયાને સરળ બનાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વી.સી.ઈ. અને ટી.એલ.ઈ. દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરીને જણાવ્યું છે કે, આજના સમયમાં ખેડુતો માટે સરકારી યોજનાઓનો લાભ અનિવાર્ય અને મહત્વપૂર્ણ બની રહ્યો છે. પરંતુ ભાણવડ શહેરમાં જે વી.સી.ઈ.ની અછત છે, તેના કારણે આ વિસ્તારના હજારો ખેડૂત સાથે ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરવાનો એકમાત્ર માર્ગ છે. જે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. કૃષિ સહાય, સબસીડી અને અન્ય આવશ્યક યોજનાઓમાં ફાયદો મેળવવા માટે ભાણવડવાસીઓની હાલત કફોડી બની રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
હાલ વી.સી.ઈ. સુવિધાની અછતના લીધે આ પ્રક્રિયાઓમાં ભાણવડ શહેરના ખેડૂતોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનો તાત્કાલિક સમાધાન લાવવું જોઈએ. જેથી ખેડૂતો પોતાની અવશ્યકતાઓ પૂર્ણ કરી શકે. આ પ્રશ્નનો ગંભીરતા અને તાત્કાલિક અસરથી નિવારણ કરવામાં આવે તેવી માંગ આમ | આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને ટેકનોલોજી અને તમામ ઓફલાઈન અને ઓનલાઈન સેવાઓ સરળ બની રહે તેવી માંગ કરાઈ છે.