કામરેજમાં પોલીસની હાજરીમાં પાવરગ્રીડ લાઈનનું કામ શરૂ કરાતા ખેડૂતોનો વિરોધ

09-01-2025

Top News

જમીન માલિક અને ખેડૂતોએ કામગીરી અટકાવવા પ્રયાસ કરતા પોલીસે ડિટેઈન કર્યા

કામરેજ તાલુકાના નેત્રંગ ગામની સીમમાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઈનની કામગીરી કરવા માટે અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે શેરડીના ખેતરમાં જેસીબી મશીનથી ખોદકામ શરૂ કરતાં જમીન માલિક, ગામના ખેડૂતો તથા ખેડૂત સમાજના આગેવાનો સ્થળ ઉપર દોડી જઈ કામ અટકાવવા પ્રયત્ન કરતાં કામરેજ પોલીસે સાત થી આઠ ખેડૂત આગેવાનોને ડીટેઈન કરી લીધા હતા.
 
નવસારીથી કચ્છના ખાવડા સુધી પાવર ગ્રીડની ૭૯૫ કે.વી વીજ ટ્રાન્સમિશન લાઈન નાખવાની કામગીરી કરતાં અધિકારીઓ સુરત જિલ્લામાંથી પસાર થતી વીજ લાઈનને જમીનના લોગ્ય વળતર અંગે કોઈ સંતોષકારક વાતચીત વિના ખેડૂતોની પરવાનગી વિના ખેતીપાકમાં વીજ લાઈન માટે ફાઉન્ડેશન ઊભું કરવાની કામગીરી શરૂ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. દરેક ગામમાં ખેડૂતો અને ખેડૂત સમાજના આગેવાનો ભેગા થઈ કામગીરી અટકાવી રહ્યા છે.
 
કલેક્ટર વળતર જાહેર કરતા ન હોવાથી વધતું ઘર્ષણ
 
વારંવારની ખેડૂત સમાજની રજૂઆત છતાં કલેકટર દ્વારા જમીન વળતર અંગે કમિટીની બેઠક કરી યોગ્ય વળતર જાહેર કરતા નથી. જેને | પગલે ખેડૂતો અને સ્થાનિક પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ દરમિયાન આજે બુધવારે સવારે કામરેજના નેત્રંગ ર ગ્રીડના ગામે પાવર અધિકારીઓ પોલીસ બંદોબત સાથે પહોંચી જઈ રમણ પરભુભાઈ દેસાઈ (રહે.દિગસ)ના ખેતરમાં શેરડીના પાકમાં જેસીબી દ્વારા હાઉન્ડેશન માટે ખોદકામ શરૂ કરતાં રમણ દેસાઈ સહિત ગામના ખેડૂતો સ્થળ ઉપર પહોંચી જઈ ખોદકામથી કામગીરી અટકાવવા પ્રચેત્ન કરતાં હાજર પોલીસ કર્મચારીઓએ તમામ ખેડૂતોને પકડી લઈ પોલીસ ગાડીમાં બેસાડી કામરેજ પોલીસ સ્ટેશન લઈ જઈ ડીટેઈન કરી લીધા હતાં.
 
જે અંગેની જાણ ખેડુત સમાજના પ્રમુખ પરિમલ પટેલ (એના)ને થતાં ખેડુત સમાજના આગેવાનો સાથે સ્થળ ઉપર જઈ યોગ્ય વળતર વિના કામગીરી ન કરવા અધિકારીઓ સાથે વાતચીત કરી કામગીરી અટકાવવા માંગ કરી હતી. પોલીસે પરિમલ પટેલ સહિત ખેડૂત આગેવાનોને પણ પોલીસ મથકે લઈ ગયાહતાં. પોલીસે ૭ થી ૮ ખેડૂતોને ડીટેઈન કરી લીધા હતાં. ખેડૂત સમાજના આગેવાનોએ જણાવ્યું કે, સુરત જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય વળતર જાહેર ન કરતાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. ખેતીની જમીન અને ખેતી પાકને વ્યાપક નુકસાન કરી પોલીસ બળ પ્રયોગ કરે છે જે યોગ્ય નથી. રાજ્ય સરકારે કલેકટરને જમીનના વળતર આપવા અંગે સત્તા આપી હોવા છતાં યોગ્ય વળતર જાહેર ન કરતાં હાલમાં અધિકારીઓ અનેપોલીસ ખેડૂતો પર દમન કરી ઉભા પાકમાં કામગીરી કરતા હોય ગ્રામજનો અને ખેડૂતોમાં રોષ જોવા મળે છે.
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates