પાવરગ્રીડ લાઈનનો વિરોધ કરતા ખેડૂતોને બીજા દિવસે પણ ડિટેઈન કરી કામગીરી શરૂ
24-01-2025

સુરતના બારડોલી તાલુકાના મોતા ગામે ફરી ઘર્ષણ
સુરત જિલ્લામાં ખેડૂતોના વિરોધ વચ્ચે બારડોલીના મોતા ગામે સતત બીજા દિવસે પાવર ગ્રીડની લાઈન શરૂ કરવા માટે અધિકારીઓ હિટાચી મશીનૂથી ઉભા પાકાં કામગીરી શરૂ કરી હતી. ખેડૂતો મશીનની આગળ બેસી જઈ વિરોષ કરતાં પોલીસે તમામને ડીટેઈન કરી લીધા હતાં. અધિકારીઓએ ૭ ટીમ સાથે ચાર જગ્યાએ એક સાથે વીજ પોલનું કાઉન્ડેશન ઊભું કરવાની કામગીરી શરૂ કરતાં ખેડૂતોમાં હફડાટ ફેલાયો છું.
ચાર જગ્યાએ એકસાથે ઉભા પાક વચ્ચે વીજપોલના ફાઉન્ડેશનનું કામ ચાલુ કરાતા ખેડૂતોમાં રોષ
નવસારીથી કચ્છના ખાવડા ખાતે જતી ૭૯૫ કે.વી વીજ ટ્રાન્સમિશન લાઈન સુરત જિલ્લામાંથી પસાર થાય છે. સુરત જિલ્લા ખેડૂત સમાજ ખેડૂતોને સાથે રાખી યોગ્ય વળતર વિના લાઈન નાંખવાનો વિરોધ કરી કામગીરી અટકાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ખેડૂતોના આંદોલન વચ્ચે અધિકારીઓએ વહીવટી તંત્ર સાથે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માંડવી તાલુકા બાદ કામરેજ તાલુકાના નેત્રંગ ગામે ખેડૂતોના વિરોધ વચ્ચે ફાઉન્ડેશન ઊભું કરવાની કામગીરી શરૂ કરતાં વિરોધ કરનારા ખેડૂતોને ડીટેઈન કર્યા હતાં.
પોલીસ બોલાવી ખેડૂતોને ધમકાવાયાનો આક્ષેપ
બાદમાં મોતા ગામે સતત બે દિવસથી પાવર ગ્રીડના અધિકારીઓ વળતર અંગેની કોઈપણ વાતચીત કર્યા વિના પાવર ગ્રીડની લાઈન ઊભી કરવા જેસીબી અને હિટાચી મશીન લઈ ૭ ટીમો સાથે કામગીરી શરૂ કરી હતી. ગતરોજ ખેડૂતોએ વિરોષ કરતાં ડીટેઈન કરી લીધા હતા. આજે ગુરૂવારે પણ અધિકારીઓ ૭ ટીમ સાથે હિટાચી મશીન લઈ ખેતરમાં ઉભા પાક વચ્ચે કામગીરી શરૂ કરતાં ખેડૂતો હિટાચી મશીન આગળ બેસી ગયા હતાં. વિરોષમાં મહિલાઓ પણ જોડાતા આજે ગુરૂવારે પણ ભારડોલી રૂરલ પોલીસે તમામને ડીટેઈન કરી લઈ હિટાચી મશીનથી વીજપોલ માટે ફાઉન્ડેશન ઊભું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભોગ બનનારા ખેડૂત ચલયાણ શુગરના ડિરેક્ટર ભરત પટેલે જણાવ્યું કે વળતર અંગે કોઈ વાતચીત કરતા નથી. માર્ચ મહિના પછી નવી જંત્રી મુજબ વળતર આપવાનું થતું હોય નવી જંત્રી અમલીકરણ ભને તે પહેલા અધિકારીઓ વીજ લાઈનની કામગીરી શરૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસ બોલાવી ખેડૂતોને પમકાવાના પ્રયત્નો થતાં ગામમાં ખેડૂતોમાં રોષ જોવા મળે છે. આજે ગુરૂવારે પણ તમામ ખેડૂતોને પોલીસ ડીટેઈન કરી બારડોલી રૂરલ પોલીસ મથકે લઈ ગયા હતાં. ખેડૂતોમાં ડર ઉભો કરવા પોલીસને આગળ કરતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષશ થઈ રહ્યું છે. જેને પગલે આગામી સમયમાં હાઇકોર્ટમાં જઈ ન્યાયની માંગ કરવામાં આવશે.