ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર પેટે રૂપિયા એક લાખ સુધીના રોકડ પુરસ્કાર અપાશે
27-06-2025

આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે સિદ્ધિ આગવું પ્રદાન કરેલ ખેડૂતોનો પ્રોત્સાહિત કરાશે
રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. ૧.૦૦ લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે એમ ખેતી નિયામાકની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલ ખેડૂતોએ આ યોજના નો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકશ્રીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિષે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવા અનુરોધ છે.