લસણના ભાવ વધુ ગગડ્યા, પ્રતિ મણ 2000ની સપાટી ગુમાવી 1600 થયા

04-02-2025

Top News

ગત ઓક્ટોબરમાં 4000 થી 5500 ના ભાવે તેજીના દિવસો પૂરા

લસણના ભાવમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે અને સપ્તાહમાં પ્રતિ મણ રૂ।. ૧૦૦૦-૨૫૦૦થી ભાવ ઘટીને આજે રૂ।.૮૫૦-૧૦૦ સુધી નીચા ઉતર્યા હતા. આ જ લસણના ત્રણ મહિના પહેલા ગત ઓક્ટોબરમાં પ્રતિ ૨૦ કિલો રૂા.૪૦૦૦થી રૂા.૫૫૦૦ સુધીના ભાવ મળ્યા અને તેણે ૨૦૦૦ની સપાટી ગુમાવી છે. ચાલુ વર્ષ ઈ.૨૦૨૫ના આરંભ સાથે જ ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. ગત તા.૩ જાન્યુઆરીએ રૂ।.૧૬૦૦થી ૩૫૦૦ના મણ લેખે વેચાતું લસણ હવે અડધા ભાવે વેચાઇ છે.

ચાલુ વર્ષ એક માસમાં જ ભાવ અર્ધા થઈ ગયા: રાજ્યમાં ૧.૧૦ લાખ ટનનું ઉત્પાદન, આ વર્ષે પ્રતિ હેક્ટર ૯૦૦ કિલો વધુ ઉપજ

ગુજરાતમાં ૨૦૨૩-૨૪ના વર્ષમાં લસણનું ૧૭,૧૪૦ હેક્ટરમાં વાવેતર થયું હતું, આ વર્ષે ૧૪,૧૯૯ હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ, આ વર્ષે ગત વર્ષ કરતા શિયાળો અનુકૂળ રહેતા ઉપજ વપુ મળી છે, ગત વર્ષે પ્રતિ હેક્ટર ૯૯૯૭કિલો સામે આ વર્ષે ૭૫૪૫ એટલે કે આશરે નવસો કિલો વધુ ઉપજ થઈ છે. જેના પગલે વર્ષે ઉત્પાદન ૧,૧૦,૩૧૦ ટનનો અંદાજ છે.

પાર્ડમાં લીલુ લસણ પણ આવી રહ્યું છે અને તેના ભાવ હજુ ઉંચાઈ પર જળવાયા છે, આજે લીલુ લસણ પ્રતિ મણ રૂ।. ૧૬૦૦-૨૭૦૦ના ભાવે વેચાયું હતું. જ્યારે સુકા લસણની આવક ૪૨૫ કિક્વન્ટલ થઈ રહી છે ત્યારે લીલુ લસણ ૭૦ ક્વિ. આસપાસ આવે છે.

ચણાના ભાવમાં ૧૦ ટકા ઘટાડો જ્યારે ઘઉં હજુ મણે ૬૦૦ને પાર, શાકભાજીમાં કોબીજ, કોથમીર, મેથી, દૂધી, ટમેટા સસ્તા પણ પરવરના ભાવ બમણાં થયા, ગુવાર પણ મોંઘુ

બીજી તરફ, યાર્ડમાં મગફળીના ભાવ રૂ.૯૦૦થી ૧૨૦૦ની નીચી સપાટીએ સ્થિર રહેતા સિંગતેલ સસ્તુ થયું છે અને રૂ।.૨૪૦૦ આસપાસના નવો મળે જ્યારે ચણાના મબલખ ઉત્પાદન સાથે ચણાના ભાવ પ્રતિ મણ આશરે રૂા. ૧૦૦ ઘટીને હાલ ૧૦૦૦-૧૩૦૦થી ઘટીને ૯૮૦થી ૧૨૦૦ આસપાસ રહ્યા છે. જો કે ઘઉંનું ઉત્પાદન પણ નોંધપાત્ર વધવાનો અંદાજ છે પરંતુ, તેના ભાવ હજુ પ્રતિમણ દીઠ રૂ।.૯૦૧થી ૯૪૦એ જળવાયા છે.

શાકભાજીમાં દૂધી, મેથી, ટમેટાં, કોથમીર સહિત શાકભાજી હજુ સસ્તુ રહ્યું છે પરંતુ, પરવળના ભાવમાં તોતિંગ ઉછાળો આવતા રૂ।.૧૮૦૦-૨૨૦૦ પ્રતિ મણ પહોંચેલ છે. જ્યારે ગુવાર પહેલેથી જ મોંથો રૂા. ૧૨૦૦-૧૬૦૦ના ભાવ મળે છે.

 

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates