શિયાળાની એકધારી જમાવટથી લીલુ શાકભાજી સસ્તુ

18-01-2025

Top News

આવક વધતા ટમેટાના ભાવમાં સપ્તાહમાં ૫૦ ટકાનો ઘટાડો

સૌરાષ્ટ્રમાં શિયાળાની ઠંડી એકધારી જારી રહેતા અને હવામાનમાં કોઈ મોટો અવરોધ નહીં સર્જાતા લીલા શાકભાજીથી વાર્ડ અને બજારો છલકાઈ રહ્યા છે. કેમીકલયુક્ત રસાયણથી પકવેલા ન હોય શાકભાજીની આવકના પગલે ધરાવણ બનતી રસોઈમાં પણ શાકનું સ્વરૂપ બદલાયું છે. આવક વધવાની સાથે ટમેટાંના ભાવ માત્ર સપ્તાહમાં આધા થઈ ગયા છે. ગત તા.૯ સુધી રૂ ૨00થી રૂ.૩૦૦ અને મહત્તમ રૂા.૪૦૦ સુધી મણ લેખે વેચાતા ટમેટાના ભાવ સપ્તાહથી અને આજે રૂ. ૧૦૦થી ૨૦૦ના મણ લેખે વેચાયા હતા અને પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે.ઉપરાંત અન્ય શાકભાજી પણ સસ્તુ રહ્યું છે.

દૂધી, ફ્લાવર, ગાજર, જીંજરા સહિત શાકભાજીની ધૂમ આવક

ટમેટાના યાર્ડમાં ખેડૂતોને પ્રતિ કિલોએ રૂા.પાંચથી દસ ભાવ મળે છે ત્યારે બજારમાં આજે પણ રૂા.૪૦થી ૫૦ના ભાવ પડાવાતા હતા. ટમેટા સસ્તા થતા જ લોકો તેની સામટી ખરીદી કરીને ઘરે જ આરોગ્યપ્રદ સોસ બનાવતા હોય છે.

યાર્ડમાં શાકભાજીમાં સૌથી સસ્તુ શાક કોબીજનું છે જે આજે માત્ર રૂા.રનું કિલો લેખે વેચાયું હતું. મહત્તમ ભાવ પ્રતિ કિલામાત્ર રૂા.૩ મળ્યા હતા. ઉપરાંત ખૂબ આરોગ્યવર્ધક ગણાતી કોથમીર અને મેથીની લીલી ભાજી પાર્ડમાં પ્રતિ કિલો રૂ।.પાંચથી દસના ભાવે સોદા પડયા હતા. આ ઉપરાંત ફૂલાવર, ગાજર, આદુ, જીંજરા,દૂધી સહિત પાણી પીધી અને જીવ સપાટીએ છે. ગુવાર, તુરિયા,પરવળ જેવા શાકને બાદ શાકભાજી યાર્ડમાં રૂ.૩૦ થી ૬૦ના કિલો લેખે લેખે મળી રહ્યા છે.હજુ ઠંડી જારી રહેવાની શક્યતા છે ત્યારે હજુ લોકોને લીલા શાકભાજી અને તેમાંથી બનતા ઉપિયાની મોજ માણવાની સીઝન એકાદ માસ જારી રહેવાની શક્યતા છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates