ગુજરાતમાં ચણાનું આ વર્ષે 15.51 લાખ ટન ઉત્પાદન
23-01-2025

ઈ.સ. 2021-22 પછી સૌથી વધારે પાક થશે
ગુજરાતમાં સદીઓથી ઘરે ઘરે જેની વાનગી ખવાતી રહી છે તે ચણાનું આ વર્ષે ૧૫.૫૧ લાખ ટન ઉત્પાદન થવાનો સત્તાવાર અંદાજ જાહેર થયો છે. ગયા વર્ષે રાજ્યમાં ૬.૩૦ લાખ હેક્ટર સામે આ વર્ષે આજ સુધીમાં ૮.૪૮ લાખ હેક્ટરથી વધુ જમીનમાં ચણાના બીજ રોપાયા હતા એટલે કે આશરે ૨૫ ટકા વધુ વાવેતર થયું છે.
ગત વર્ષ કરતા ચણાની ઉપજમાં ૫૦ ટકાનો તોતિંગ વધારોઃ ૭૫ ટકા પાક સૌરાષ્ટ્રમાં, આ વખતે ભાવ જળવાતા ૩૫ ટકા વધુ વાવેતર કરાયું
ગત વર્ષે રાજ્યમાં એકંદરે ૧.૨૨ લાખ હેક્ટરમાં ૧૦.૯૯ લાખ ટન ચણાનો પાક ઉતર્યો હતો, આ વર્ષે આશરે ૮.૫૫ લાખ હેક્ટરમાં ૧૫.૫૧ લાખ ટન ઉત્પાદન થશે. એટલે કે ગત વર્ષ કરતા ૫૦ ટકાનો તોતિંગ વધારો થશે. આ પહેલા ઈ.સ.૨૦૨૧-૨૨તા વર્ષમાં ગુજરાતમાં ચણાનું ૨૧ ૧ લાખ ટન ઉત્પાદન થયું એ વર્ષે જો કે પ્રતિ હેક્ટરે ૧૯૦૦ કિલો જેવી ઉપજ મળી હતી. ગત વર્ષે મીસમની બહુ સાનુકૂળતા નહીં રહેતા ૧૭૦૦ પરંતુ, આ વર્ષ ઈ.૨૦૨૪-૨૫માં વાવેતરમાં નોંધપાત્ર વધારા સાથે આશરે ૧૮૦૦ કિલોથી વધુ બીલ્ડના અનુમાન છે જેના પગલે આગામી ઉનાળાના આગમન સાથે જ ચાર્ડમાં ચણાના ઢગલા થશે.
ચણાના ભાવ યાર્ડમાં ૨૦૨૩માં ૮૫૦થી ૯૫૦, ગત વર્ષે ૯૦૦થી ૧૧૦૦, હાલ ૧૦૦૦થી ૧૨૦૦
બીજી તરફ, ચણાના ભાવ વર્ષે સરેરાશ ૧૦ ટકા જેવા વધી રહ્યા છે, થાર્ડમાં પ્રતિ મણ જથ્થાબંધ ભાવ ઈ.સ. ૨૦૨૨-૨૩માં રૂ.૮૫૦થી ૯૫૦ વચ્ચે મળતા હતા, ગત વર્ષે આ સમુથમાં રૂા.૯૦૦થી ૧૧૦૦ અને આ વર્ષે જાન્યુઆરીમાં -ન્યુનત્તમરૂ।.૧૦૦૦થી મહત્તમ રૂા.૧૨૦૦ને પણ પાર થયા છે. ભાવ એકંદરે સારા મળતા ખેડૂતોએ ચણાનું વાવેતર વધાર્યું હતું. રાજ્યમાં ૭પ ટકા ચણાનો પાક સૌરાષ્ટ્રમાં થાય છે.
ચણાનો જીંજરા, દાળિયા, શાકથી માંડીને ફાફડાં- ગાંઠિયા, સેવ, લાડુ સહિત અનેક વાનગીમાં ઉપયોગ
પ્રોટીનનો મહત્વનો સ્ત્રોત ગણાતા ચણાનો ઉપયોગ પણ વધ્યો છે.લીલા ચણા જીંજરા તરીકે ટનબંધના હિસાબે વેચાય છે, ખવાય છે. તો ચણામાંથી કાબુલી દાળિયા, મસાલા ચણા, લાડુથી માંડીને ગુજરાતના દેશવિદેશમાં પ્રસિધ્ધ ફાકડાં ગાંઠિયા સહિતનું ફરસાણ પણ ચણાના લોટ (બેશન)થી બને છે, ઉપરાંત પાણીપુરીમાં પણ ચણાનો ઉપયોગ થાય છે તો ઘરે ઘરે કે પ્રસગોમાં રસોઈમાં કઠોળના શાક માટે મગની સાથે ચણાની મહત્તમ પસંદગી થતી રહી છે