બરડા ડુંગરના સાતવીરડા નેસ ખાતે એન્કલોઝરમાં સિંહ-સિંહણની પજવણી

06-02-2025

Top News

વીડિયો વાયરલ થતાં વન વિભાગે તપાસ હાથ ધરી

ગીરના સિંહોના બીજા ઘર એવા બરડા ડુંગરના સાતવીરડા નેશ ખાતે એન્કલોઝરમાં જ્યાં સિંહ અને સિંહણોને રાખવામાં આવ્યાં છે ત્યાં એક શખ્શ દ્વારા સિંહ-સિંહણની પજવણી કરવામાં આવતી હોય તે પ્રકારે લોખંડનો ઘોડો પાંજરામાં એક યુવાન અથડાવતો હતો તેવો વીડિયો વાયરલ થતા વનવિભાગની ટીમ હરકતમાં આવી છે અને ઉંડાણથી તપાસ હાથ ધરવામાં આવી છે.

જ્યાં મોબાઇલ લઇ જવાની પણ મનાઈ છે ત્યાં બે શખ્સો પહોંચ્યાઃ પાંજરા સાથે લોખંડનો ઘોડો અથડાવી પજવણી

બનાવની વિગત એવી છે કે પોરબંદર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બરડા ડુંગરના સાત વીરડા નેશ ખાતે જ્યાં સિંહ-સિંહણોને એન્કલોઝરમાં રાખવામાં આવ્યા છે ત્યાં પાંજરાની અંદર સિંહણ આંટાફેરા કરી રહી છે અને એક ઇસમ લોખંડના ઘોડાને પાંજરામાં અથડાવીને સિંહણને ઉશ્કેરી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને બીજો ઇસમ આ ઘટનાને મોબાઈલમાં શુટીંગ કરતો હોય તેવું જણાઈ રહ્યુ છે.

આ વીડિયો વાયરલ થતા જ અનેકવિધ ચર્ચાઓ જોવા મળી રહી છે અને વનવિભાગ પણ હરકતમાં આવી ગયું હતું. કારણકે સાતવીરડા નેશ એ એવો વિસ્તાર છે કે જ્યાં સામાન્ય પબ્લીક પણ જઈ શકતી નથી અને મોબાઇલ લઇ જવાની તો સંપૂર્ણપણે મનાઈ છે. તેથી ત્યાં જઈને આ પ્રકારનો વીડિયો ઉતારવાની હિંમત કોણે કરી? અને સિંહણને છંછેડવાની કોશિશ કોણ કરી રહ્યું છે? તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

બીજી બાજુ આ મુદ્દે પોરબંદર વનવિભાગના ડી.સી.એફ. લોકેશ ભારદ્વાજે જણાવ્યુહતુ કે વીડિયો વાયરલ થતા તપાસ શરૂ કરી દીધી છે. જ્યા વીડિયો દર્શાવવામાં આવી રહ્યો છે ત્યાં સુધી કોઈ પબ્લિક જઈ શકે તેમ નથી. હાલમાં રંગરોગાન સહિત સમારકામની કામગીરી અહીંયા ચાલુ છે તેથી ત્યાં કામ કરવા આવતા મજૂરોને પણ સ્પષ્ટ સૂચના છે કે મોબાઇલ લઈ જવો નહીં આમ છતાં ત્યાં સુધી મોબાઈલ લઈને જે ઇસમ પહોંચી ગયો છે તે કોણ છેર છેઅને તેની સાથે રહેલો શખ્સ કોણ છે? તે અંગેની અમે પણ તપાસ હાથ ધરી છે અને વનવિભાગના કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates