સુરત, નવસારી, વલસાડ શહેરમાં ઉનાળા માટે હીટ એક્શનપ્લાન લોન્ચ કરાયો
25-04-2025

નવી રચાયેલી નવસારી અને વાપી મહાનગરપાલિકાને માર્ગદર્શન અપાયું
સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીથી બચવા માટે આજે સુરતમાં હીટ એક્શન પ્લાન લોન્ચ અને કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકા દ્વારા નવી બનેલી નવસારી મહાનગરપાલિકા, તેમજ વાપી મહાનગરપાલિકાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સુરત, નવસારી, અને વલસાડ શહેરમાં હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
સુરતમાં હીટ એક્શન પ્લાન લોન્ચ અને કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ યોજાયો
દેશ ભારતના કોસ્ટલ સીટીમાં શકે છે અને કેવા કેવા માલસામાન - /સુવિધાઓ ની હીટ વેવ દરમિયાન જરૂર પડી શકે છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તાપમાન ૩૭ ડિગ્રીથી ઉપર જાય એટલે હીટવેવ શરુ થઈ જાય છે ત્યારે આ હીટ વેવ સામે સુરત દેશનું એવું કોસ્ટલ શહેર બનવા જઈ રહ્યું છે કે જાણે હીટ વેવ સામે એક્શન પ્લાન બનાવ્યો છે. આ પહેલા સુરતે હીટ વેવ માટે કામગીરી કરી હતી જોકે, હાલમાં હીટ એક્શન પ્લાન માં ૧૦ શહેરો ના હીટ વેવ ને સંબંધિત માઈકો ઝોનેશન કરી કયા વિસ્તારોમાં સૌથી વધારે ગરમી ની શક્યતાઓ રહેલી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
અલગ -અલગ વિભાગની કાર્યપદ્ધતિ શું હોઈ સુરતના પાલ વિસ્તારમાં સુરત મહાનગર પાલિકા અને GSDMA ના સંકલન માં રહી એક ખાનગી હોટલમાં સુરત, નવસારી, અને વલસાડ શહેર ના હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે નવસારી અને વાપી-વલસાડ વહીવટી તંત્ર ના ૬૦ જેટલા અધિકારીઓ હાજર રહ્યા હતા. હીટ એક્શન પ્લાન માં ૧૦ શહેરો ના હીટવેવ ને સંબંપિત માઈકો ઝોનેશન કરી કયા વિસ્તારમાં સૌથી વધારે ગરમી ની શક્યતાઓ રહેલી છે તેના ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આ પ્લાન લોન્ચિંગમાં સુરત મહાનગર પાલિકા દ્વારા નવી બનેલી નવસારી મહાનગરપાલિકા, તેમજ વાપી મહાનગરપાલિકાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ હીટ એક્શન પ્લાન દ્વારા પ્રવર્તમાન ઉનાળા દરમિયાન સૌથી વધુ અસર પામનાર વ્યક્તિ ને ઓળખી અને તેમના સ્વાસ્થ્ય પર થતી અસર ને થટાડવાના ઉપાયો દર્શાવવામા આવ્યા હતા.