અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર, મહુવામાં બે કલાકમાં અઢી ઈચ

2 દિવસ પહેલા

Top News

સૌરાષ્ટ્રમાં ચોમાસું ઢુકડું છે ત્યારે પ્રિમોન્સુન વરસાદ જારી

નૈઋત્યનું ચોમાસુ મુંબઈને ધમરોળી રહ્યું છે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સપ્તાહમાં ચોમાસુ આવી પહોંચવાની શક્યતા છે ત્યારે પ્રિમોન્સૂન વરસાદમાં બે દિવસના એકંદરે વિરામ બાદ આજે ફરી અમરેલી, સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ઝાપટાંથી પોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં મહુવામાં બે કલાકમાં જ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જાફરાબાદ, તળાજા, રાજુલા, ઉના, તાલાલા, ધારી, વેરાવળમાં ઝાપટાંથી એક ઈચ: આજે ગાજવીજ, પવન સાથે વરસાદનું એલર્ટ

આ ઉપરાંત જાફરાબાદ, તળાજી, રાજુલા, ઉના અને તાલાલામાં પોણો ઈંચ, ધારીમાં અર્થો ઈંચ અને વેરાવળ પાટણમાં ઝાપટાં નોંધાયા હતા. જ્યારે ભરુચ જિલ્લાના ભરુચ, નેત્રંગ, હાંસોટમાં અઢી ઈંચ જેટલો ધોધમાર વરસાદ તેમજ સુરતના ઓલપાડ, કામરેજમાં એકથી સવા ઈચ, સુરત શહેરમાં આશરે અર્ધો ઇંચ સહિત સમગ્ર જિલ્લામાં તેમજ વડોદરા, છોટે ઉદેપુર, નર્મદા, ડાંગ વગેરે જિલ્લા સહિત રાજ્યના ૩૫ તાલુકામાં રાત્રિના ૮ સુધીમાં વરસાદ વરસ્યો છે.

મૌસમ વિભાગ અનુસાર આવતીકાલે સુરત, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની અને અન્યત્ર રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા વગેરે મોટાભાગના જિલ્લાઓમાં કલાકના ૪૦-૫૦ કિ.મી.ની ઝડપે તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જારી કરાયું છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates