મહાશિવરાત્રિ આસપાસ અનેક રાજ્યોમાં તોફાની વરસાદ, ગુજરાતમાં ગરમી વધશે
22-02-2025

સર્વાધિક તાપમાન રાજકોટ ૩૬.૩ સે. નોંધાયું, રાજ્યમાં બે-ત્રણ દિવસ બાદ પારો ૪૦ સે. પહોંચવાની સંભાવના
આગામી તા.૨૯ના મહાશિવરાત્રિ ઉજવવા દેશભરમાં ઉત્સાહનો માહૌલ છે ત્યારે વધુ એક સક્રિય પશ્ચિમી વિક્ષોભની અસરથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં તા.૨૫થી તા. ૨૭ વ્યાપક વરસાદ, બરફવર્ષાની આગાહી કરાઈ છે. તો હાલ આવા સંજોગોથી પૂર્વ ભારતમાં આવતીકાલતા.૨૨,૨૩ના ગાજવીજ સાથે વરસાદની આગાહી આજે જારી કરાઈ છે. અનેક રાજ્યોમાં તીવ્ર પવન, વિજળી સાથે હવામાનમાં પલટો આવશે પરંતુ, ગુજરાતને હાલના સંજોગો મૂજબ ઓછી અસર થશે.
તા. ૨૪ની રાત્રે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતનું હવામાન ડુહોળશે જે અન્વયે તા. ૨૫થી ૨૭ જમ્મુ કાસ્મીર, હિમાચલ પ્રદેશ, લદખ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ-બરફવર્ષાની તેમજ પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ હળવા-મધ્યમ વરસાદનું એલર્ટ અપાયું છે. આને કારપણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં બપોરનું મહત્તમ તાપમાન વધવા સાથે ગરમીનો અહેસાસ થવાની અને ગુજરાતમાં બે દિવસ હાલનું હવામાન જારી રહેવા બોજી તાપમાનમાં ૩ સે. સુધી વધારો થવાની આગાહી છે.
આજે સૌરાષ્ટ્રમાં સવારે ગુલાબી ઠંડી બાદ બપોરે તાપમાન ઉચકાર્યું હતું અને રાજ્યનું સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૩૯.૩ સે. નોંધાયું છે. જ્યારે મહુવા, કેશોદ, પોરબંદર, કંડલામાં ૩૫ સે., ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત,ભૂજમાં ૩૪ સે. સાથે બપોરે ગરમી અનુભવાઈ હતી. જ્યારે સવારે સૌથી ઓછું તાપમાન પોરબંદર, કેશોદમાં ૧૫ સે. નોંધાયું હતું. મહાશિવરાત્રિ સુધીમાં બપોરનું તાપમાન રાજ્યમાં ૪૦ સે. સુધી પહોંચવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઠંડીને બદલે તાપમાન નોર્મલ કરતા સતત ૩થી ૪ સે. ઉંચુ રહે છે.