ડિજીટલ ટેકનોલોજીના વપરાશના પગલે કૃષી ઉત્પાદકતા વધવાની આશા

30-12-2024

Top News

કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીના પ્રવેશ વચ્ચે ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધ્યો

ભારત દેશ કૃષી પ્રધાન દેશ 1 ગણાતો આવ્યો છે. પરંતુ હવે દેશના ખેડૂતો નવી ટેકનોલોજીમાં ખાસ્સા આગળ આવી રહ્યાના સંકેતો વિદાય લેતાં વર્ષમાં મળ્યા હતા. કૃષી વિષયક વ્યવહારોમાં ડિજીટલ પ્લેફોર્મનો ઉપયોગ દેશના ખેડૂતો દ્વારા વધ્યાના વાવડ મળ્યા હતા.

ખેડૂતો દ્વારા ઈ-નામ મંડી તથા કિસાન પોર્ટલ જેવા ડિજીટલ પ્લેટફોર્મનો વપરાશ વધ્યો છે. વિતેલા વર્ષમાં આવી ટેકનોલોજી વાપરતા ખેડૂતોની ટકાવારી ૩૦ ટકા આસપાસ રહી છે તે વધતી રહી ૬ વર્ષમાં ૨૦૩૦ સુધીમાં ૬૫થી ૭૦ ટકા સુધી પહોંચી જવાનો અંદાજ આ ક્ષેત્રના તજજ્ઞો બતાવી રહ્યા હતા. ડિજીટલ ટેકનોલોજીના વપરાશના પગલે કૃષી ઉત્પાદકતા વધવાની આશા સામે કૃષી ઉત્પાદનનો ખર્ચ ઘટવાની ગણતરી કૃપી તજજ્ઞો બતાવી રહ્યા હતા. દરમિયાન, સિંચાઈ હેઠળની જમીનનો વિસ્તાર પણ વધી રહ્યાના સંકેતો વિદાય લેતા વર્ષમાં મળ્યા હતા અને આવો ટ્રેન્ડ આગળ ઉપર ચાલુ રહેવાનું અનુમાન તજજ્ઞો બતાવી રહ્યા હતા. ૨૦૩૦ સુધીમાં સિંચાઈ હેઠળની કૃષી જમીનનો કુલ વિસ્તાર વર્ષો ૬૦ ટકા સુધી પહોંચી જેવાની આશા બતાવાઈ રહી છે. ૨૦૨૪માં આ ટકાવારી ૪૦ ટકા તથા ૨૦૨૫ના નવા વર્ષમાં ૫૦ ટકા મનાઈ છે.

વોટર હાર્વેસ્ટીંગ વધી રહ્યું છે. સામે વેસ્ટેજની ટકાવારી ઘટી રહી છે. ભારતના કૃષી ક્ષેત્રનો વાર્ષિક ગ્રોથનો દર પાંચ ટકા આસપાસ રહ્યો છે તે ૨૦૨૫થી ૨૦૩૦ દરમ્યાનના ગાળામાં વાર્ષિક ૫.૫૦ ટકા જેટલો રહેવાની આશા બતાવાઈ છે. અનાજ ઉત્પાદન ૩૩ કરોડ ટન છે તેમાં ૬ વર્ષમાં આશરે ૨૪થી ૨૫ ટકાની વૃદ્ધી થવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ડિજીટલ ક્રાંતિ દેશમાં કૃષી ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબીત થવાનો અંદાજ તજજ્ઞો બતાવી રહ્યા હતા. આવા માહોલમાં કૃપી ઉત્પાદકતા તથા કૃપી આવક ઉંચી જવાની જે આશા બંધાઈ છે તે કેટલી સફળ થાય છે તેના પર નવા વર્ષમાં નજર રહેવાની શક્યતા છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates