રાજકોટમાં ખેડૂતની જમીન મોર્ગેજ કરવાના નામે દસ્તાવેજ પોતાના નામે કરી ઠગાઈ

26-12-2024

Top News

વ્યાજખોર સહિત ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધાયો

મવડીમાં બાપા સીતારામ ચોક કપાસે ભક્તિધામમાં રહેતા ખેડૂત વિઠ્ઠલભાઈ સવસવીયા (ઉ.વ. ૪૩)એ વ્યાજખોર જયેશ રામજીભાઈ ભાલારા, ધર્મેશ મીઠાભાઈ ઠેસીયા અને ચંદુ ભીખાભાઈ સોરઠીયા સામે વ્યાજખોરી અને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલના વાંકીયાનાયુવાનનેજમીનના બદલે વ્યાજે લીધેલા ૨૧ લાખના બદલે ૩૦લાખ ચૂકવવા છતાં જમીન દસ્તાવેજ અન્યના નામે કરી છેતરપીંડી

વિઠ્ઠલભાઈએ પોલીસને વધુમાં જણાવ્યું કે દોઢેક વર્ષ પહેલા તેને ઓફસેટ પ્રિન્ટીંગ મશીન લેવાનું હોય અને ધંધો ચાલુ કરવાનો હોવાથી પૈસાની જરૂર પડતા પાડોશી જયેશ ભાલારાનો સંપર્ક કર્યો હતો. તેણે તમારા ખેતરના અવેજમાં પૈસાની જરૂર હોય તો હું તમને પૈસા વ્યાજે આપું કહી પોણા બે ટકાના વ્યાજ દરથી ૫૦ લાખ આપવાનું કહ્યું હતું અને ખેતરનું અલ્પેશ દોગાની મંડળી પટેલ લઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ કે જે નાનામવા રોડ પર આવેલી છે ત્યાં મોર્ગેજ કરવાનું નક્કી કર્યું હતું.

૨૦૨૩ના જમીનના કાગળોલઈ તેકલાવા સબ રજીસ્ટ્રાર ઓફિસ ખાતે જમીન મોર્ગેજ કરવાનું હોવાથી તે ગયા હતા. જ્યાં મોર્ગેજ કરવા માટે મંડળીમાંથી જપેશ ભાલારા ઉપરાંત ચંદુ સોરઠીયા અને ધર્મેશ ઠેસીયા સહિતનાઓ આવ્યા હતા. મંદસોરઠીયામે તેને રૂા. ૬ લાખનો અને અનેશ કેસીયાએ પ લાખનો ચેક આપ્યા હતા તેને વિશ્વાસમાં જયેશે બાકીના વ્યાજેજે પૈસા લેવાના છે તે થોડશ સમયમાં આપી દેશે કરી રૂા. ૧૦ લાખ રોકડા આપ્યા હતા.

છ મહિના સુધી તેણે સાડા ત્રણ લાખ જેટવું વ્યાજ જયેશને ચુકવ્યું હતું બાદમાં વ્યાજ દેવાનું બંધ કરતા જયેશ અવાર-નવાર ગાળાગાળી કરી ધમકી આપતો હતો. પૈસાની સગવડતા થતાં તેણે જયેશને પૈસા ચુતે કરી આપવાનું કહેતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. ધર્મેશ ઠેસીયાને વાત કરતા તેણે રૂબરૂ મળવા બોલાવી તમારી જમીનનો દસ્તાવેજ મારા નામે છે જે તે વખતે મોર્ગેજ કરાવવા માટે પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઇન્ટવાળા અલ્પેશ દોંગાની ઓફિસે ૪૫ લાખ આપ્યા છે તે આપી દો એટલે હું જમીનનો દસ્તાવેજ ફરી તમારા નામે કરી આપું તેમ કહ્યું હતું. તેણે ધર્મેશને મને ફક્ત પાંચ લાખનો ચેક આપેલ છે તેમ જણાવતા ધર્મેશે મેં ૪પ લાખ ચૂકવ્યા છે તેમને મળશે બાદમાં હુંજમીન તમારા નામે કરીશ તેમ જણાવ્યું હતું. તપાસ કરતાં આરોપીઓએ તેને અંધારામાં રાખી જાણ બહાર મોર્ગેજ કરાવાનું કરી તેની જગ્યાએ ચાર એકર જમીનમાંથી બે-બે એકરના જમીનના બેભાગ કરી એક દસ્તાવેજ ચંદ્ર સોરઠીયા અને બીજો દસ્તાવેજ પર્મેશ ઠેસીયાએ પોતાના નામે કરાવી લીપાનું જાણવા મળ્યું હતું. જ્યારે ચંદુસોરઠીયાએ પણ જમીન નામે કરવા ૯૫ લાખની માંગણી કરતાં ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં જયસુખ મોહનભાઈ ભીમાણી (ઉ.વ. ૪૬, રહે. વાંકીયા, તા. પ્રોલ)એ અલ્પેશ દોંગા, નૈમીશ રામાણી, ભુરા ભરવાડ, નારણ ભરવાડ અનેપુરીબેન ભરવાડ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું કે આરોપી અલ્પેશ દોંગાએ બે ટકા લેખે ૨૧ લાબ વ્યાજેતેની વાંકીયા ગામની ખેતીની જમીનના બદલે આપ્યા હતા. ખેતીની જમીન આરોપી નૈમીશ રામાણીના નામે સિકયુરીટી પેટે જમીનના પેન્ડીંગ દસ્તાવેજ કરાવાનું કહી પેન્ડીંગ દસ્તાવેજના બદલે તેના નામનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી લીધો હતો. તેનેમુળ રકમ કરર્તા વધારે રૂા. ૩૦ લાખ ચૂકવી દેવા છતાં આરોપીઓએ જમીનનો દસ્તાવેજ પુરીબેન ભરવાડના નામે કરી છેતરપીંડી કરી તેને જમીન ખાલી કરવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates