દૂધાળા પશુઓ માટેના રૂ 2.85 લાખના ઈન્જેકશનનો જથ્થો કબજે

22-01-2025

Top News

ધોરાજીના શખ્સ પાસેથી એલસીબી દ્વારા ધરપકડ

દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટેના રૂા.૨.૮૫ લાખના અનધિકૃત ઈન્જેકેશનના જથ્થા સાથે એલસીબીએ ધોરાજીના ફયાઝ આરીફ વલોરીયાને ઝડપી લીધો હતો. એફએસએલના રિપોર્ટ બાદ ગુનો નોંધાશે.

દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે આ પ્રકારના ઈન્જેકશન આપવામાં આવે છે

એલસીબીએ ચોકકસ બાતમીના આધારે ફયાઝને ઝડપી લઈ તેની પાસેથી રૂ।.૨.૮૫ લાખની કિંમતના ઈન્જેક્શનનો જથ્થો કબજે કર્યો હતો. એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે દૂધાળા પશુઓ જયારે દૂધ દોહવા ન દે ત્યારે તેમને આ ઈન્જેકશન લગાડવામાં આવે છે. જેથી દૂધાળા પશુઓ દૂધ દોહવા આપે છે, સાથે વધુ દૂધ પણ આપે છે.

ઝડપાયેલો અયાઝ ૨૦૨૪ની સાલમાં પણ આ પ્રકારના ઈન્જેકશનના જથ્થા સાથે પકડાઈ ચુક્યો છે. જે અંગે તેની સામે ધોરાજી સૌટી પોલીસમાં આઈપીસી અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

એલસીબીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઓકશીટર્ટોશીન નામના આ ઈન્જેકશનને એફએસએલમાં મોકલવામાં આવશે. જયાંથી રીપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવશે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates