ગુજરાતમાં જાણે ચોમાસું: અર્ધાથી 6 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

08-05-2025

Top News

રાજ્યના 161 તાલુકામાં વધતા-ઓછા પ્રમાણમાં મેઘધારા

વાતાવરણ પલટાથી ગુજરાતમાં જાણે ચોમાસુ જામ્યુ હોય તેવો માહોલ જામ્યો છે. રાજ્યના ૧૬૧ તાલુકામાં વધતા-ઓછા પ્રમાણમાં મેઘધારા વરસી હતી. અમદાવાદ, સૌર, દક્ષિણ ગુજરાત, ભાવનગરના અનેક વિસ્તારોમાં અર્ધાથી લઈને છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના ગામેગામ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. વડોદરા અને કચ્છ જિલ્લામાં મેઘાડંબર વચ્ચે છાંટા-ઘૂંટીથી માંડી એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

સોરઠમાં મેઘો જામ્યો, દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં જિલ્લામાં ત્રણ ઈચ સુધી વર્ષા, વડોદરા-કચ્છમાં મેઘમાહોલ

સૌરાષ્ટ્રમાં અડધાથી છ ઈંચ સુધીનો કમોસમી વરસાદ વરસી ગયો હતો. અગનવર્ષા પર પાણીઢોળ કરતા હોય એમ આજે પણ સૌરાષ્ટ્રનાં ૩૦ તાલુકા મથકોએ માવઠાએ માર્ગો જળબંબોળ કર્યા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળું ખેતીપાક પર પાણી ફેરવી દેતાં ધરતીપુત્રો ચિંતામાં તરબોળ થયા છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં અઢી ઈંચ, ભેંસાણમાં બે ઈંચ, જૂનાગઢમાં દોઢ ઈંચ, મેદરડા, કેશોદ અને માળિયા હાટીનામાં એક ઈંચ, માણાવદરમાં પોણો ઈંચ તથા વિસાવદર અને માંગરોળમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના ભિલખા અને નવાગામમાં સાંબેલાધારે ૫-૯ ઈંચ અને ધંધુસર, ઝાંઝરડા વગેરે ગામોમાં ૩-૪ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. કમોસમી વરસાદથી કેસક કેરી સહિત પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં આજે ધોરાજીમાં દોઢ ઇંચ, જામકંડોરણા, ઉપલેટા અને જેતપુરમાં એક ઈચ તેમજ કોટડા સાંગાણી અને લોપીકા ઝાપટાએ રસ્તા ભીના કર્યા હતા. મોરબી જિલ્લામાં આજે છૂટા-છવાયા ઝોપટા વચ્ચે વરસાદ નોંધાયો હતો.

એ જ રીતે જામનગર જિલ્લામાં આજે જામજોધપુરમાં દોઢ ઈંચ તો ગીરસોમનાથ જિલ્લામાં આજે તાલાલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં એક-બે ઈંચ, ઉનામાં દોઢ ઈંચ અને ગીરગઢડામાં એક ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. અમરેલી જિલ્લામાં સૌથી વધુ બગસરામાં પોધમાર બે ઈંચ અને સાવરકુંડલામાં દોઢ ઈંચ વરસાદથી નીચાણના વિસ્તારો પાણી-પાલી થઈ ગયા હતા. જ્યારે ધારી, જાફરાબાદ, ખાંભામાં એક ઇંગ, બાબરા, લીલીયા, વડિયામાં પોશો ઈંચ તેમજ અમરેલી અને લાઠીમાં ૫-૬ મી.મી. વરસાદ નોંધાયો હતો. દેવભૂમી દ્વારકા જિલ્લામાં જોરદાર ઝાપટાંથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.પોરબંદર શહેરમાં ધોધમાર એક ઈંચ, જ્યારે રાણાવાવ, આદિત્યાણા, રાણાકંડોરણા, બરડા ડુંગરના બિલેશ્વર સહિતના વિસ્તારોમાં અડધાથી એક ઈંચ માવઠું વરસ્યું હતું. દક્ષિશ ગુજરાતમાં ૩ ઇંચ સુધીનો વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.

વઘઈમાં ૨ ઇંચ, આહવામાં ૧.૬ ઈંચ અને અને સાપુતારામાં ૧.૩ ઇંચ વરસાદ નોંપાયો હતો. વલસાડ જિલ્લામાં સરેરાશ ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે અર્ધોથી બે ઈંચ પાણી પડયું હતું. ગારિયાધારમાં૨૪ મિ.મી, સિહોરમાં અર્ધો ઈંચ અને મહુવામાં ૧૪ મિ.મી.વરસાદ વરસ્યો હતો. પાલિતાશામાં સતત ત્રીજા દિવસે શોષમાર એક ઇંચ વરસાદ બાદ મેષરાજાએ ખમૈયા કર્યા હતા.

વડોદરા શહેર તેમજ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો હતો. શહેરમા સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અન્યત્ર ઝાપટાં વરસ્યા હતા. કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભુજમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંધીધામ, માંડવી તેમજ જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદ પડયો હતો. મુંદરામાં આધો ઈંચ વરસાદ પડયો હતો..
 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates