કિંગ કોંગ ભલે જાયન્ટ હોય પરંતુ, તેનો સ્વભાવ પાળતુ ડોગ જેવો છે.
13-02-2025

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ‘કિંગ કોંગ'
સોશિયલ મીડિયામાં ૩ વર્ષની ભેંસ કિંગ કોંગની તસવીરો વાયરલ થઈ છે. ૬ ફૂટ ૮ ઈંચની ઊંચાઈને કારણે કિંગ કોંગ દુનિયાનો સૌથી ઊંચો પાડો બન્યો છે. એટલે જ તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે.
તે રમવાની સાથે કેળા ખાવાનું પસંદ કરે છે. ગિનિસ બુકના જણાવ્યા અનુસાર, થાઈલેન્ડના નિનલાની ફાર્મનો રહેવાસી આ પાડો સામાન્ય કરતા ૨૦ ઈંચ લાંબો છે. જ્યારે, ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ તેનો જન્મ થયો ત્યારે જ તે સામાન્ય પાડા કરતા મોટો હોવાનું સામે આવ્યું હતું. તેની સારસંભાળ રાખનાર વ્યક્તિએ જણાવ્યું કે, કિંગ કોંગ ભલે જાયન્ટ હોય પરંતુ, તેનો સ્વભાવ પાળતુ ડોગ જેવો છે.