રૂમાં વિતેલા વર્ષમાં પાક ૩૨૮ લાખ ગાંસડી નોંધાયોઃ નવો પાક ઓછો અંદાજાયો
30-12-2024

૨૦૨૩- ૨૪ની રૂ મોસમ પુરી થઈ ત્યારે દેશમાં રૂનો સિલ્લક સ્ટોક આશરે ૩૦થી ૩૧ લાખ ગાંસડીનો નોંધાયો હતો.
દેશમાં રૂ બજારમાં વિદાય લેતા વર્ષમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. કોટનની નવી મોસમ તાજેતરમાં ઓકટોબરથી શરૂ થઈ છે. એ પૂર્વે પૂરી થયેલી ૨૦૨૩-૨૪ની મૌસમ દરમિયાન ઘરઆંગણે રૂનો પાક ૩૨૭થી ૩૨૮લાખ ગાંસડીનો આવ્યો હતો અને તેની સરખામણીએ ૨૦૨૪-૨૫ની નવી મોસમમાં રૂનો પાક ઘટી ૩૦૨ તી ૩૦૩ લાખ ગાંસડી આસપાસ આવવાનો અંદાજ તાજેતરમાં બહાર પડતાં કોટન તથા ટેક્ટાઈલ ક્ષેત્રે અજંપાની લાગણી પણ જોવા મળી હતી. જો કે સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે જ્યારે ૨૦૨૩- ૨૪ની રૂ મોસમ પુરી થઈ ત્યારે દેશમાં રૂનો સિલ્લક સ્ટોક આશરે ૩૦થી ૩૧ લાખ ગાંસડીનો નોંધાયો હતો.
દરમિયાન, વિદાય લેતા વર્ષમાં ૨૦૨૩-૨૪ની રૂ મોસમમાં દેશમાં રૂનો પુરાંતી સ્ટોક ૨૮થી ૨૯ લાખ ગાંસડી તથા પાક ૩૨૭થી ૩૨૮ લાખ ગાંસડી તેમ જ આયાત આશરે ૧૫થી ૧૬ લાખ ગાંસડી ગણતાં ઘરઆંગણે વિતેલા વર્ષમાં રૂમાં કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૩૭૧થી ૩૭૨ લાખ ગાંસડીનો ગણાયો હતો. આની સામે નથી મોસમમાં ૨૦૨૪-૨૫માં રૂનો પુરાંતી જથ્થો ૩૦થી ૩૧ લાખ ગાંસડી તથા નવો પાક ૩૦૨થી ૩૦૩ લાખ ગાંસડી તથા આયાત આશરે ૨૫ લાખ ગાંસડી ગણતાં રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો ૩૫૭થી ૩૫૮ લાખ ગાંસડી આસપાસ રહેવાનો અંદાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. આમ નવા વર્ષમાં કુલ ઉપલબ્ધ પુરવઠામાં આશરે ૧૪ લાખ ગાંસડીનો ઘટાડો થવાનું અનુમાન બજારમાં બતાવાઈ રહ્યું છે.
વિતેલા 1 વર્ષમાં દેશમાંથી રૂની નિકાસ આશરે ૨૮થી ૨૯ લાખ ગાંસડી થઈ હતી તેની સામે નવા વર્ષમાં આવી નિકાસ ઘટી આશરે ૧૭થી ૧૮ લાખ ગાંસડી થવાની ભીતિ પણ બજારમાં બતાવાઈ રહી છે. દરમિયાન, ભારતમાં રૂનો પાક ઓછો અંદાજાતાં દેશમાંથી થતી કોટન ટેક્સટાઈલની નિકાસને તથા કોટન યાર્નની નિકાસને પણ અસર પડવાની ભીતિ સર્જાઈ છે. ટેક્સટાઈલ નિકાસ ૨૦૨૨-૨૩માં ૩૫.૫૫ અબજ ડોલર થઈ હતી તે ૨૦૨૩-૨૪માં પટી ૩૪.૪૦ અબજ ડોલર થયાના વાવડ મળ્યા હતા. ૨૦૨૪-૨૫ માટે સરકારે આવી નિકાસનો ટારગેટ ૪૦ અબજ ડોલરનો નક્કી કર્યો છે. જો કે વર્તમાન સંજોગો જોતાં આ ટારગેટ હાંસલ થઈ શકશે કે નહિં એ વિશે મતમતાંતરો પ્રવતી રહ્યા છે. કપાસ ઉગાડના ઘણા ખેડૂતો ડાંગર તથા સૌયાબીન તરફ પણ વળ્યા છે.