ઉત્પાદનમાં અગ્રેસર ગુજરાતમાં લીંબુના ભાવમાં બે દિવસમાં કિલોએ 50 વધ્યા
05-04-2025

ઉનાળામાં લીંબુની માંગ વધતા સપ્લાય જારી છતાં ભાવ ઉંચા
ગુજરાતમાં ઉનાળાનો અસહ્ય તાપ પડી રહ્યો છે ત્યારે લીંબુનું શરબત અને શેરડીના રસમાં લીંબુનો વપરાશ અને જથ્થાબંપ માંગ આંશિક વધી છે પરંતુ માલની સપ્લાય યથાવત જારી રહેવા છતાં ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. બે દિવસમાં જ પ્રતિ મણ રૂા.૧૦૦૦નો એટલે કે કિલોએ રૂા.૫૦નો ભાવ વધી ગયો છે. જેટલો વધારો થયો છે તેના કરતા પણ ઓછા ભાવે તો બે માસ પહેલા લીંબુ બજારમાં મળતા હતા! લીંબુના ભાવ ફરસાણના ભાવ જેવા દાંત ખાટા કરી દે તેટલા ઉંચા થઈ જતા ખાસ કરીને વેપારીઓ દ્વારા વપરાશ ઘટવાની શક્યતા છે.
લીંબુનું ઉત્પાદન ગત ત્રણ વર્ષથીસ્થિર જળવાયું છે. આ ફળનો પાક મુખ્યત્વે ચોમાસામાં આવતો હોય છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૯.૪૦ લાખ ટન અને દેશમાં ૩૮ લાખ ટન લીંબુનું ઉત્પાદન થતું હોય છે. ૧૭ ટકા લીંબુ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
રાજ્યમાં વર્ષે ૬.૪૦ લાખ ટન સહિત દેશમાં ૩૮ લાખ ટન લીંબુનો પાક થાય છે, બે માસમાં ચાર ગણા ભાવ થઈ ગયા
રાજકોટ પાર્ડના સૂત્રો સૂત્રો અનુસાર ફેબ્રુઆરીમાં એટલે કે બે માસ પહેલા લીંબુ પ્રતિ મણ રૂા.૩૦૦થી ૭૦૦ની રેન્જમાં જથ્થાબંધ વેંચાતા હતા. બે દિવસ પહેલા સુધી આ ભાવ વધીને પ્રતિ ૨૦ કિલોના રૂા.૧૨૦૦થી રૂ।.૨૭૦૦ના ભાવે સોદા પડતા હતા. પરંતુ, ગઈકાલથી એક સામટો પ્રતિ મણ રૂ।.૧૦૦૦નો વધારો થયો છે અનેગઈકાલે રૂ।. ૨૫૦૦થી ૩૮૦૦ અને આજે રૂા.૨૮૦૦થી ૩૭૦૦ના ભાવે સોદા થયા હતા. યાર્ડના રૂ।. ૧૩૦થી રૂા.૨૬૦ના ભાવે વેચાતા લીંબુ છૂટક બજારમાં ગૃહિણીના ઘર સુધી પહોંચતા રૂ।.૨૦૦થી ૩૦૦ સુધી પહોંચી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે લીંબુના ભાવ સતત વધતા જાય છે ત્યારે માલની શોર્ટેજ નથી. રાજકોટ પાર્ડમાં દૈનિક ૩૨૦ ક્વિન્ટલની આવક જળવાઈ રહી છે.