તાપમાનમાં એકાએક વધારો થતા લીંબુના ભાવમાં તોતિંગ વધારો

01-03-2025

Top News

ગુજરાતમાં 6 થી 7 લાખ ટન લીંબુનું ઉત્પાદન

ફેબ્રુઆરી એ વસંત ઋતુનો પ્રથમ મહિનો ગણાય છે જ્યારે બહુ ઠંડી કે ગરમી સામાન્ય રીતે પડતા નથી પરંતુ, આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં વધારે પડતી ગરમી પડવા લાગતા જ અત્યારથી જ લીંબુના ભાવમાં પૂરપાટ ઝડપે વધારો થવા લાગ્યો છે. રાજકોટમાં એક સપ્તાહમાં જ ૪૦થી ૫૦ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે.

યાર્ડના સૂત્રો અનુસાર સપ્તાહ પૂર્વે તા.૨૧ ફેબ્રુઆરી સુધીના સમયમાં પ્રતિ ૨૦ કિલો લીંબુ રૂા.૩૦૦થી ૧૨૦૦ના ભાવે જથ્થાબંધ સોદા થતા હતા. આજે આ જ લીંબુના ભાવ રૂ।.૧૨૦૦થી ૧૭૦૦એ પહોંચ્યા છે. જો કે રોજ ૩૫૦ ક્વિન્ટલ જેટલી આવક જારી રહી છે.

સપ્તાહ પહેલા રૂ.૩૦૦-૧૨૦૦ના પ્રતિ ૨૦ કિલોના ભાવ હવે રૂા.૧૨૦૦થી ૧૭૦૦ હજુ વધવાની શક્યતા

અપેડાના છેલ્લા રિપોર્ટ મૂજબ ગુજરાતમાં ૬.૪૩ લાખ ટનના ઉત્પાદન સાથે દેશમાં ૩૮ લાખ ટન લીંબુનું ઉત્પાદન વર્ષ નોંધાયું હતું. લીંબુ એ | ચોમાસામાં બજારમાં આવતો પાક છે તેના કારણે દર વખતે ઉનાળામાં આંશિક વધારો થતો હોય છે. અત્યાર સુધી લીંબુની સપ્લાય જળવાઈ રહેતા ભાવ નિયંત્રણમાં રહ્યા હતા. આગામી સમયમાં ઉનાળામાં લીંબુના ભાવમાં વધારો થવાની શક્યતા પણ વેપારી સૂત્રો જોઈ રહ્યા છે.

બીજી તરફ, યાર્ડમાં ટમેટા સહિતના અન્ય શાકભાજીના ભાવ હજુ આવક જળવાઈ રહેતા નીચી સપાટીએ યથાવત્ રહ્યા છે. યાર્ડમાં હજુ શિયાળુ શાકભાજી લીલુ લસણ, મરચાં, જીંજરા (લીલા ચણા), લીલી ડુંગળી, મેથી કોથમીર સહિત ભાજી વગેરે લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે અને તેનો લોકો છૂટથી ઉપયોગ કરે છે,

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates