સમગ્ર દેશમાં માવઠાં પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌથી વધારે!
22-10-2024

ગુજરાતનો વરસાદ 50 ઈંચને પાર, સૌરાષ્ટ્રના વિસાવદરમાં 100 ઈંચ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગ્લોબલ વોમિંગથી ગરમી-ભેજનું પ્રમાણ વધવાની સાથે ભીનો યુગ શરુ થયો હોય તેમ આ વખતે રાજ્યમાં મોસમનો ૪૬ ઈંચ અને કમોસમી ૪ ઈંચથી વધુ સહિત આજ સુધીમાં સરેરાશ ૫૦.૫૦ ઈંચ વરસાદ ખાબકી ગયો છે અને હજુ પણ મેઘરાજાએ વરસવાનું બંધ કર્યું નથી. સૌરાષ્ટ્રના સોરઠ પંથકમાં વિસાવદર ચેરાપુંજી જેવું બની ગયું છે અને આજ અતિવૃષ્ટિથી સવાર સુધીમાં ત્યાં સત્તાવાર ૧૦૦ ઈંચ તેમજ દ્વારકાના ખંભાળિયામાં પણ ૮૮ ઈંચ વરસાદ નોંધાયો છે.
ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છિનવાયો, વેપાર ધંધાને પણ અસર થઈ. લોકોનો પર્વોત્સાહ ઝંખવાયો
મૌસમ વિભાગ અનુસાર સમગ્ર દેશમાં તા.૧ ઓક્ટોબરથી આજે તા.૨૧ ઓક્ટોબર સુધીના ત્રણ સપ્તાહમાં સરેરાશ ૯૧ મિ.મિ.વરસાદ થયો છે જે નોર્મલથી ૪ ટકા વધુ છે. ત્યારે ગુજરાતમાં માવઠાંનું પ્રમાણ સમગ્ર દેશમાં 1 સૌથી વધારે રે રહ્યું છે. ગુજરાતમાં આ ત્રણ સપ્તાહમાં નોમેલ ૧૯ મિ.મિ.સામે ૩૯ મિમિ (૧૦૦ ટકા વધારે) અને સૌરાષ્ટ્રમાં ૧૫ મિ.મિ. નોર્મલ સામે ૪૯ મિ.મિ. એટલે કે ત્રણ ગણો કમોસમી વરસાદ વરસ્યો છે. સમગ્ર દેશમાં સર્વાધિક છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની તા.૨૫ સપ્ટેમ્બરે વિદાય માત્ર ટેકનિકલ,કાગળ ઉપરની રહી છે. વાસ્તવમાં ત્યારબાદ ચોમાસા જેવો જ વરસાદ વરસતો રહ્યો છે. ગતવર્ષે સરેરાશ ૩૯ ઈંચ સામે આ વર્ષે ૧૪ ઈંચ વધુ વરસાદ થયો છે. ઈ.૨૦૨૨માં ૪૨.૫૦ ઈંચ અને ઈ.૨૦૨૧માં ૩૩ ઈંચ વરસાદ હતા.
જુનાગઢ જિલ્લાના વિસાવદર ઉપરાંત મેંદરડા, વંથલી તાલુકામાં નોર્મલ કરતા બમણો એટલે કે દરેકમાં ૮૦ ઇંચથી વધુ વરસાદ વરસી આજે થયો છે અને પણ ત્યાં વરસાદ જારી હતો. તો ગુજરાતમાં સામાન્ય કરતા સૌથી વધુ વરસાદ આલવંજનક રીતે દ્વારકા જિલ્લામાં નોંધાયો છે, જ્યાં ઈ. ૧૯૯૪થી ૨૦૨૩ના ૩૦ વર્ષમાં વર્ષે સરેરાશ ૩૦.૫૦ ઇંચ સામે આ વર્ષે ૮૩.૫૦ ઈંચ એટલે કે પોણા ત્રણ ગણો વરસાદ થયો છે. આજે પણ દારકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
દક્ષિણ ગુજરાત વધુ વરસાદ માટે જાણીતો વિસ્તાર છે પરંતુ, આ વખતે ત્યાં ભારેમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આજ સુધીમાં ૧૫૨ ઈંચ ખેરગામ તાલુકામાં નોંધાયો છે. ઉપરાંત, વાપી, વલસાડ તાલુકામાં પણ ૧૩૦ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ઉમરપાડામાં નોમંલથી બમણો એટલે કે ૧૪૯ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ વિસ્તારમાં ૮૦ ઈંચ વરસાદ સામાન્ય ગણાય.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેરગામ ૧૫૨ ઈંચ નોંધાયો, દ્વારકામાં ૨૭૨ ટકા, તમામ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધારે
અસામાન્ય અતિ વરસાદ વરસ્યો છે. એકંદરે રાજ્યમાં એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો ન હોય. જેની અસર એક તો ખેડૂતોના કિંમતી પાકનું ધોવાણ થતા મોટાપાયે નુક્શાન ગયું છે. મોટે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે તો બીજી તરફ છાશવારે ઝાપટાંથી ધોધમાર વરસાદ વરસતા દિવાળી પૂર્વે બજારમાં ખરીદીના ઉત્સાહમાં ઓટ જણાઈ છે, કટાકડા બજાર આ વખતે રાજ્યમાં સાર્વત્રિક મંદી છે, વેપારીઓને ધંધામાં અસર વર્તાઈ રહી છે અને લોકોમાં દિવાળી પૂર્વે ઘરે ઘરે સથન સફાઈ સહિતના પર્વોત્સાહ પણ ઘટી રહ્યો છે.
દિવાળી પૂર્વે ઓડીસામાં વાવાઝોડુ ત્રાટકશે, ગુજરાતમાં કાલથી સુકા હવામાનની આગાહી જે હવે સાચી પડે તેવી લોકોની પ્રાર્થના
હવે, બંગાળની ખાડીમાં ફરી તા.૨૩ આસપાસ વાવાઝોડુ સર્જાશે જે ઓડીશા, પશ્ચિમ બંગાળ કાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. પરંતુ, ગુજરાતને વધુ અસર કરે તેવું અરબી સમુદ્રનો લો પ્રેસર એરિયા હવે ભારતીય દરિયાકાંઠાથી દ | દૂર જઈ રાહ્યો છેજેના પગલે આવતી કાલેહજુ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, પરંતુ. બુધવારથી રાજ્યમાં સુકા હવામાન રહેવાની આગાહી છે. આ આગાહી હવે સાચી પડે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.