ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી: ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે

04-02-2025

Top News

ગુજરાત સહિત દેશના વેધરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

દેશમાં હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી હિમાલય ક્ષેત્રમાં તા.૫ સુધી વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રમાં આજે પાંખા વાદળો દિવસ દરમિયાન છવાયા હતા જેના પગલે સવારનું તાપમાન સરેરાશ ૩ સે. સુધી ઉંચકાયું હતું અને ઠંડીમાં ઘટાડો થયો હતો. પરંતુ, આવતીકાલથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ગણ દિવસમાં ૪ સે. સુધી તાપમાન ઘટવાની આગાહી છે.

વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હિમાલય ક્ષેત્રમાં તા.૫ સુધી અને બાદ તા.૮, ૯ ફરી વરસાદની વકીઃ સૌરાષ્ટ્રમાં ઠંડીમાં વધઘટ જારી રહેશે

આજે જુનાગઢ અને કેશોદમાં ૧૩ સે.તાપમાને સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ હતી જયારે નલિયામાં ૮.૬ સે. તાપમાને કડકડતી ઠંડી હતી ત્યારે ભૂજમાં ૧૪, રાજકોટ, પોરબંદર, મહુવામાં ૧૫, અમરેલી, દિવ, ગાંધીનગર ૧૯, સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ૧૭ સે. અને વેરાવળમાં ૧૮ અને દ્વારકામાં તો ૨૦ સે. તાપમાને સવારે ઠંડીમાં ઘટાડો થયો હતો.

આવતીકાલથી ઠંડીમાં આંશિક વધારો થયા બાદ ફરી તા.૮ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાની શક્યતા છે જેના પગલે હિમાલય ક્ષેત્રમાં તા.૮,૯ વરસાદની આગાહી છે. જેની અસરથી સૌરાષ્ટ્રમાં ફરી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. આમ, તાપમાનમાં વધઘટ જારી રહેશે. નજીકના ભવિષ્યમાં મિશ્રઋતુ શરુથશે જેના પગલે શરદી-ઉધરસ તેમજ હાલ મચ્છરોનો ઉપદ્રવ વધારે હોવાથી કેંગ્યુ સહિતના કેસો પણ શક્યતા શકાતી નથી.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates