અહો આશ્ચર્યમ્ : વસંત ઋતુમાં જ કેરી બજારમાં આવી ગઈ!
11-02-2025

હાફૂસ, સુંદરી અને બદામનું દરરોજ 500-1000 કિલોનું વેચાણ
ફળોના રાજા 'કેરી'નો સ્વાદ માણવા માટે આમ તો ઉનાળા સુધી રાહ જોવી પડે છે. પરંતુ સામાન્ય રીતે હોળી પછી શહેરની બજારોમાં આવતી કેરીઆ વર્ષે વસંત પંચમીથી જ લારીઓ પર ગોઠવાઈ જતા લોકો નવાઈ પામ્યા છે. બદામ, સુંદરી, તોતાપુરી, લાસ વગેરે સહિત વાલ રોજની આશરે ૫૦૦થી ૧૦૦૦ કિલો કેરી નરોડા ફૂટ માર્કેટમાં વેચાણ માટે આવી રહી છે.
ક્લાઈમેટ ચેન્જની અસરના કારણે વહેલાં ગરમી શરૂ થતા કેરળથી પાક આવવા માંડ્યો, કિલો દીઠ રૂ.૨૦૦થી ૫૦૦ બોલાતો ભાવ
ક્લાઈમેટ ચેન્જની અસરના લીપે હવે શિયાળા પછી વસંત ઋતુ નહીં પણ સીધો ઉનાળો શરૂ થઈ જશે, તેવી હવામાન ખાતા | દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હકીકતમાં પણ આવી જ સ્થિતિ સર્જાતા તેની અસરવાયુ, જળઅને પાક પર જોવા મળી આ છે. ગ્લોબલ વોર્મિંગના લીધે ઠંડી ઓછી અને ગરમી વધુ પડતા સામાન્ય રીતે હોળી આસપાસ આવતી કેરી આ વખતે વસંત પંચમીથી જબજારમાં ગોઠવાઈ જતા લોકો આગર્ષમાં મુકાયા છે.
નરોડા ફૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, 'આ વર્ષે એકાદ મહિનો વહેલાં કેરી બજારમાં આવી ગઈ છે. હાલ, સ, સુંદરી, બદામ, તોતાપુરી સહિત રોજની આશરે ૫૦૦થી ૧૦૦૦ કિલો કેરી માર્કેટમાં ઠલવાઈ રહી છે. જે કેરળથી મંગાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં અત્યારથી જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય કેરવમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે. જ્યારે આગામી દિવસોમાં આંધ્ર પ્રદેશના વિજયવાડા, કર્ણાટકના બેગલુરુ, તમિલનાડુના ચેન્નાઈ અને મહારાષ્ટ્રના રત્નાગિરીથી પુખબ માત્રામાં કેરી આવશે. સૌરાષ્ટ્રની કેસર શિવરાત્રિ પછી આવશે, બાદ વલસાડ અને કચ્છની કેસર આવશે. એપ્રિલ-મે મહિના દરમિયાન માર્કેટમાંથી રોજની આશરે ૫૦ ટન કેરીનું વેચાણ થાય છે.
જૂસ સેન્ટર અને લગ્નગાળાના લીધે કેટરિંગ સંચાલકો તરફથી કેરીની માંગ
કેરીની ઋતુ હજી શરૂ થઈ હોય હાલ ઓછી આવકના લીધે જથ્થાબંધ ભાવ ૧૫૦થી ૫૦૦ રૂપિયે કિલો બોલાય રહ્યા છે. વધારે ભાવના લીધે છૂટક બજારમાં કેરીની માંડ દસેક ટકા ખરીદી શરૂ થઈ છે. જો કે, દિવસે ગરમી શરૂ થઈ જતા જૂસ સેન્ટર અને લગ્નગાળના લીપે કેટરિંગ સંચાલકો તરફથી અત્યારે કેરીની માંગ હોવાથી સારું વેચાણ થઇ રહ્યું છે.