તેલમાં જુના ડબા ફરી શરુ, સિંગતેલ સાપેક્ષ સસ્તુ થતા વેચાણ 15 ટકા વધ્યું

25-01-2025

Top News

રાજકોટમાં રોજ 15 થી 20 હજાર તેલના ડબાઓનું વેચાણ

ગુજરાતમાં ડબ્બા ઉત્પાદનની ક્ષમતાને ધ્યાને લીધા વગર ખાદ્યતેલ ધરાર નવા ડબ્બામાં જ વેચવાના નિયમ સામે વ્યાપક વિરોધ વંટોળ ઉઠ્યા બાદ ગઈકાલથી રાજકોટ તેલ બજારમાં ફરી જૂના અને નવા ડબ્બાના અલગ સોદા પડવાનું શરુ થયું છે. નવા ડબા કરતા જુના ડબામાં રૂા.૫૦ના ભાવ ઓછો હોય છે. તો બીજી તરફ મગફળીના રેકોર્ડબ્રેક ઉત્પાદન સાથે સિંગતેલ સાઈડતેલોની સાપેક્ષે સસ્તુ થતા તેના વેચાણમાં ગત વર્ષની સાપેક્ષે ૧૫ ટકા વધારો થયાનું વેપારી સૂત્રોએ જણાવ્યું છે.

સિંગ અને કપાસિયા તેલ વચ્ચે માત્ર ૩૦૦નો ફરકઃ ઘાણીના કે ઓર્ગેનિકના નામે વેચાતા ખાદ્યતેલનું ફૂડ ચેકીંગ થતું નથી

સૌરાષ્ટ્ર રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવ આજે રૂ.૨૪૩૫-૨૪૮૫ જળવાયા હતા તે સામે કપાસિયા તેલ પહેલેથી જઉચા મથાળે રહ્યુંહોપરૂા.૨૧૪૦-૨૧૯૦ના ભાવે વેચાતું હોય અને સિંગતેલ- કપાસિયા વચ્ચે અગાઉ રૂ.૬૦૦-૭૦૦ના ફરક સામે હવે માત્ર રૂ.૩૦૦નો ફરક (પ્રતિ કિલો રૂા.૨૦) રહેતો હોય ઘરેલું વપરાશમાં સિંગતેલનું વેચાણ ૧૦થી ૧પ ટકા વધ્યું છે.

આભાવ ૧૫ કિલો તેલના ડબ્બાના છે જ્યારે ડબ્બો ૧૫ લિટરમાં હોય તો તેના ભાવ સિંગતેલમાં રૂ।.૨૦૦ અને કપાસિયામાં રૂા. ૧૭૦ ઓછા હોય છે. પામતેલ લગભગ સોટકા જેટલું જુના ડબ્બામાં ખરીદાતું હોય છે તેમજ કપાસિયા તેલ પણ ૭૦ ટકા જેટલું જુના ડબ્બામાં ખરીદાય છે. પામતેલ પેકા ફૂડ ઉત્પાદન કરતી કંપનીઓદ્વારા અને કપાસિયા ફરસાણના વેપારીઓ દ્વારા ખરીદી હોય છે.

દરમિયાન રાજકોટમાં હાલ ૯૦ જેટલા વિક્રેતાઓ દ્વારા દૈનિક સરેરાશ ૧૫થી ૨૦ હજાર તેલ ડબ્બાનું વેચાણ થતું હોય છે પરંતુ, તેલબજારમાં ગત વર્ષો જેવી તેજી આ વખતે જોવા મળી નથી. વેપારી સૂત્રોએ જણાવ્યું કે બજારમાં થાણીનું તેલ કે ઓર્ગેનિક તેલના નામે છૂટછવાયું ફૂડલાયસન્સ લીધા વગર તેલનું વેચાણ વધવા લાગ્યું છે. જો કે તે ખરેખર કેટલું ઓર્ગેનિક તે સવાલ છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates