ડુંગળીના રૂ.1થી 10 તેમજ દૂધી-કોબીજ રૂ. 2 થી 7નો કિલો

28 દિવસ પહેલા

Top News

લીંબુના વધી ગયેલા ભાવમાં પણ કિલોએ 50નો ઘટાડો

ડુંગળીના ભાવ ફરી એક વાર ખેડૂતોની આંખે પાણી આવી જાય તેવા ગગડ્યા છે. રાજકોટ યાર્ડમાં નબળી ગુણવત્તાની ડુંગળી તો રૂા.એકના કિલો લેખે વેચાઈ હતી જ્યારે સૌથી સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ પણ મહત્તમ રૂા.૧૦ મળ્યા હતા.

આ ઉપરાંત ચોમાસુ હવામાનના પગલે લીંબુના ભાવ જે પ્રતિ મણ મહત્તમ રૂ।.૩૦૦૦ની સપાટીએ પહોંચ્યા હતા તેમાં આશરે રૂ।.૯૦૦થી ૧૦૦૦નો અને કિલોએ રૂ।. ૫૦ જેવો ઘટાડો નોંધાયો છે. આજે લીંબુ જથ્થાબંધમાં રૂ।.૭૦૦થી રૂા. ૨૦૦૦ના મણ લેખે વેચાયા હતા.

અનાજ કરતા ડુંગળી-બટેટાની આવક વધુ થઈ રહી છે, બેડી યાર્ડમાં સપ્તાહ સુધી માલ ઢાંકીને રાખવાની સૂચના

દરમિયાન યાર્ડમાં ડુંગળી,બટેટાની ધોધમાર આવક થઈ રહી છે જેમાં ડુંગળીની બે દિવસ પહેલા ૪૦૫૦ કિક્વન્ટલની આવક બાદ બે દિવસથી આવક બંધ કરાવાઈ છે જ્યારે બટેટાની ત્રણ દિવસમાં ૧૧૦૦૦ ક્વિન્ટલ જેવી આવક થઈ છે. બટેટાના હાલ જથ્થાબંધમાં રૂ।.૧૫૦થી ૩૦૦ સુધી પ્રતિ મણના ભાવ મળે છે.

શાકભાજીમાં લીલા વટાણા સિવાયના તમામ શાકના ભાવ દરેકને પરવડે તેવા જળવાઈ રહ્યા છે જ્યારે સસ્તા બનેલા દૂધી રૂ।.રથી ૬ અને કોબીજ તો રૂા.૨થી ૭ના કિલો લેખે સોદા થઈ રહ્યા છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates