ગુજરાતમાં રવી સીઝન પૂરી થઈ, એ વર્ષે ચણા, ઘઉંના ઢગલા થશે
30-01-2025

કૂલ 48.55 લાખ હે.માં વાવણી, ગત વર્ષથી 2.52 લાખ હેક્ટર વધારો
ગુજરાતમાં રવી સીઝન અર્થાત્ શિવાળું કૃષિ વાવેતર પૂર્ણ થયું છે અને સત્તાવાર ફાઈનલ વાવેતર મુજબ અને ઉત્પાદનના અંદાજ મૂજબ આ વર્ષે ઘંઉં અને ચણાનો મુખ્ય પાકગત વર્ષથી વિશેષ પાકશે અને માર્કેટમાં તેના ઢગલા થશે. આ વખતે વાવેતર ગત વર્ષ કરતા આરંભે મોડુ અને મોળુ રહ્યું હતું પરંતુ, બાદમાં તેમાં તેજી આવતા કુલ ૪૮.૫૫ લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી જે ગત વર્ષની સાપેક્ષે ૨.૫૨ લાખ હેક્ટર અને નોર્મલ સરેરાશ વાવણી કરતા પણ ૨.૪૮ લાખ હેક્ટર વધુ વાવણી થઈ છે.
વાવેતરમાં આ પાંચ ટકાનો વધારો મુખ્યત્વે ઘઉં, ચણામાં જોવા મળ્યો છે. સત્તાવાર અંદાજ મૂજબ ગુજરાતમાં આ વર્ષે ૪૩.૩૩ લાખટન ધંઉંનું ઉત્પાદન થશે જે ગત વર્ષ કરતા ૪.૪૧ લાખ ટન વધારે હશે. જ્યારે ચણાનું વાવેતર આ વર્ષે સર્વાધિક વધ્યું છે, ગત વર્ષે આજ સુધીમાં ૯.૩૧ લાખ હેક્ટર સામે આ વર્ષે ૮.૫૦ લાખ હેક્ટર એટલે કે આશરે ૨૫ ટકાનો વધારો થયો છે.
સૌરાષ્ટ્રમાં ઘઉં, ચણા, જીરુ, ધાણા લસણ, ડુંગળી, વરિયાળી સહિત ૨૦.૨૬ લાખ હે.માં વાવેતર થયું જે પાક માર્કેટમાં આવી રહ્યો છે
જો કે નોર્મલ વાવેતર પણ ૮ લાખ હેક્ટરને પાર થતું હોય છે પરંતુ, આ વર્ષે તેના કરતા પણ વધારે છે ત્યારે રાજ્યમાં ગત વર્ષે ૧૦.૯૬ લાખ ટન સામે આ વર્ષે ૧૫.૫૧ લાખ ટન ચણાના ઉત્પાદનનો અંદાજ છે, એટલે કે પ૦ ટકા વધારો થશે.
મકાઈ, કઠોળ, તમાકુ, ધાણા, ડુંગળી, બટાટા અને શાકભાજીનું વાવેતર વધ્યું, વરિયાળી, જુવારનું ઘટ્યું
આ જ રીતે મકાઈ, કઠોળ, ડુંગળી, બટાટા, ધાણા, શાકભાજી ઉપરાંત ઔષધીક પાક તરીકે ઉગાડાતા તમાકુનું ઉત્પાદન પણ વરશે. જ્યારે વરિયાળી અને જુવારનું વાવેતર ઘટયું છે. શેરડી, જીરુ, વગેરેમાં આશિક ઘટાડો છે. સૌરાષ્ટ્રમાં ૨૦.૨૫ લાખ હેક્ટરમાં મુખ્યત્વે ઘઉં, ચણા, જીરુ, પાણા, લસણ, વરિયાળી, ડુંગળીનું વાવેતર થયું છે.