વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં કૌભાંડ: એક વર્ષે ફરિયાદ નોંધાઇ
09-01-2025

૨૯૪ ખેડૂતોને પૈસા ચૂકવાયા નથી, હજુ સુધી એકય આરોપી પડકાયો નથી, ભાજપના મોટા માથાઓની સંડોવણી
ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઈ રહી છે જેમાં મોટાપાયે ગોટાળો થયો છે. વિરમગામ કેન્દ્ર પર ઠાંગર ખરીદી કૌભાંડમાં એક વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક તરફ, ગુજરાતમાં ભ્રષ્ટાચાર નિમૂળના બણગાં ફુંકવામાં આવી રહ્યાં છે ત્યારે ડાંગર ખરીદી કોભાંડની તપાસમાં ટિલાસ દાખવવામાં આવી રહી છે. એટલું જ નહીં, ભાજપના મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકાને પગલે આખાય પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આરોપ છે ત્યારે સમગ્ર મુદ્દે હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસ કરવા માંગ ઉઠી છે.
ડાંગરના જથ્થાનું વેરિફિકેશન થતાં ભોપાળુ બહાર આવ્યું: રૂા.૩.૬૭ કરોડની ૯૦,૯૧૫ ડાંગરની બોરી ગાયબ
વિરમગામમા તા.૨૦ નવેમ્બરથી માંડીને તા.૩૧મી ડિસેમ્બર-૨૦૨૩ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ કેન્દ્ર પર ઓનલાઇન ૩,૩૫,૫૨૪ ડાંગરના કટ્ટા દર્શાવવામાં આવ્યાં હતાં પણ મામલતદારે સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે, ૨, ૨૪,૬૦૯ ડાંગરના કટ્ટા પડયા હતાં. આ જોતાં ૯૦,૯૧૫ ડાંગરની બોરીઓ ગાયબ થઈ ગઈ હતી. ગાયબ ડાંગરના જથ્થાની કિંમત રૂા.૩.૭૬ કરોડ થવા જાય છે. તા.૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ડાંગરના જથ્થાનું વેરિફે કિશન કરવામાં આવતાં ભાજપ સરકારનું ભોપાળુ બહાર આવ્યુ હતું.
ભ્રષ્ટાચાર નિર્મૂલનની સુફિયાણી વાતોનો પરપોટો ફુટ્યો
કુલ મળીને ૧૨૨૧ ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યુ હતું જે પૈકી ૯૨૭ ખેડૂતોને પૈસા ચૂકવાયા હતાં જ્યારે ૨૯૪ ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવાયાં નથી. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આક્ષેપ કર્યોકે, પોર્ટલના આઈડીના માધ્યમથી આખુય કૌભાંડ આચરવામાં આવ્યુ છે. ભ્રષ્ટાચાર દૂર કરવાની બડાઇ હાંકવામાં આવી રહી છે ત્યારે એક વર્ષ પછી તા.૩૧મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ આ કૌભાડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ વાતને એક અઠવાડિયુ વિત્યુ છે ત્યારે પોલીસે હજુ સુધી એકેય આરોપીને ધરપકડ કરી નથી. અમરેલી લેટરકાંડમાં ગણતરીના કલાકોમાં પાટીદાર દીકરીને પકડીને જાહેરમાં સરઘસ ફેરવનાર પોલીસને | કૌભાંડીઓ પકડવામાં રસ નથી. એવો પણ આક્ષેપ કરાયો છેકે, વિરમગામ ડાંગર ખરીદી કૌભાડમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો રૂા. ૨૦ કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આ ઉપરાંત આ કૌભાંડમાં ભાજપના મોટા માથાઓની પણ સંડોવણી છે.