સિન્દૂર તો અભી ઝાંકી હૈ મહેંદી-હલ્દી અભી બાકી હૈ! ભારતના સૈન્યને સો સલામ

08-05-2025

Top News

ઓપરેશન સિંદૂરને સુરતીઓએ વધાવ્યું

ઓપરેશન સિંદૂર બાદ સોશિયલ મીડિયા પર સુરતીઓએ ભારતીય સેનાને અભિનંદન આપતા મેસેજનો ધોધ વહાવ્યો હતો. ઓપરેશનને સુરતીઓએ વધાવી લીધું હતું અને ભાવુક બનીને પ્રતિભાવ આપ્યા હતા.

સોશિયલ મીડિયા પર વિવિધ મેસેજ-પોસ્ટ સાથે ભારતીય સેના માટે અભિનંદનનો ધોધ

પહેલગામ હુમલા બાદ રોજ સુરતીઓ ભારતીય સેના ક્યારે પાકિસ્તાન પર હુમલો કરે તે વિચારીને ગઈકાલે મંગળવારે પણ સુરતીઓ સુઈ ગયા હતા. જોકે, બુધવારે સવારે ઉઠતાની સાથે જ ભારતીય સેનાએ કરેલા હુમલાના સમાચાર સાથે સુરતીઓની સવાર સુધરી ગઈ હતી અને સુરતીઓ આનંદમાં આવી એકબીજાને અભિનંદન આપ્યા હતા.

સુરતમાં વહેલી સવારે કેટલીક જગ્યાએ સ્પીકર પર દેશભક્તિના ગીતો વગાડી ભારતીયા સેનાએ કરેલા હુમલાની વાતો સંભળાવાઈ હતી. ત્યારબાદ લોકોએ એકત્ર થઈ ભારતીય સેના અને ભારત માતાનો જયઘોષ કર્યો હતો. ગાર્ડનમાં મોર્નિક વોક કરનારા લોકોએ મિઠાઈ ખવડાવી હતી.

સોશિયલ મીડિયામાં મેસેજ-પોસ્ટ

  • એક ચપટી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો પાકિસ્તાન વાલો.
  • જૈસી કરની વૈસી ભરની છે આ કુદરતનો ન્યાય છે વાયા ભારતીય લશ્કરે આપ્યો છે.
  • આતંકવાદી મસુદ અઝહર નો પરિવાર સાફ થયો અને તે જીવતો બચી ગયો. તો આ પરિવારને ગુમાવવાનું દુઃખ અમે વર્ષોથી સહન કરીએ છીએ હવે તારો વારો છે.
  • પોતાના દેશમાં મોકડ્રીલ કરીને પાકિસ્તાનમાં સાયરન વગાડવા વાળા મોદી પહેલા પ્રધાનમંત્રી બન્યા છે.
  • આપણે ખતરામાં નથી હવે તો આપણે જ ખતરો બની ગયાં છીએ.
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates